BHARAT BANDH : દેશવ્યાપી વેપાર બંધનું આહવાન, 8 કરોડ વેપારીઓ હડતાળમાં જોડાશે

BHARAT BANDH : આજે દેશના ટોચના વેપારી સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે GST ટેક્સની અયોગ્ય શરતોના વિરોધમાં દેશવ્યાપી વેપાર બંધનું એલાન આપ્યું છે.

| Updated on: Feb 26, 2021 | 12:44 PM

BHARAT BANDH : આજે દેશના ટોચના વેપારી સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે GST ટેક્સની અયોગ્ય શરતોના વિરોધમાં દેશવ્યાપી વેપાર બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ સડક પરિવહન ક્ષેત્રની સર્વોચ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર અસોશિએશને પણ કૈટના સમર્થનમાં આજે ‘ચક્કાજામ’ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે તમામ વ્યવસાયિક બજારો બંધ રહેશે. કૈટના મહાસચિવે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને GST પરિષદ GSTની આકરી જોગવાઈઓ સમાપ્ત કરે તેવી માંગણીને લઈ 26મી ફેબ્રુઆરીએ દેશના 1,500 સ્થળોએ ધરણાં યોજાશે. દેશના તમામ બજારો બંધ રહેશે અને તમામ રાજ્યોના વિવિધ શહેરોમાં વિરોધના ભાગરૂપે ધરણાં યોજવામાં આવશે. તો આ દરમિયાન ટ્રાન્સપોર્ટના તમામ કાર્યાલયોને સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કોઈ પણ પ્રકારના માલનું બુકિંગ, ડિલિવરી, લોડિંગ અને અનલોડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પરિવહન કંપનીઓને વિરોધ માટે સવારના 6થી સાંજના 8 વાગ્યા સુધી પોતાના વાહનો પાર્ક કરવા કહેવામાં આવ્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">