ભગવત માનને જર્મનીમાં પ્લેનમાંથી નીચે ઉતારી પાડવામાં આવ્યા? ભાજપ, અકાલી , કોંગ્રેસનાં આક્ષેપ પર AAPનાં પલટવાર

ભગવંત માન(Bhagwant Mann) તાજેતરમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે (Sukhbirsingh Badal) ટ્વીટ કર્યું છે કે સાથેના મુસાફરોને ટાંકીને આઘાતજનક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે કે પંજાબ(Punjab)ના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઇન્સમાંથી નીચે ઉતારી મૂકવામાં આવ્યા હતા કારણ કે તેમણે ખૂબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ અહેવાલ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને શરમાવનારો છે.

ભગવત માનને જર્મનીમાં પ્લેનમાંથી નીચે ઉતારી પાડવામાં આવ્યા? ભાજપ, અકાલી , કોંગ્રેસનાં આક્ષેપ પર AAPનાં પલટવાર
Punjab CM Bhagwant Mann
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Sep 19, 2022 | 2:57 PM

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે (Sukhbir Badal) પંજાબના સીએમ ભગવંત માન(Punjab CM Bhagwant Mann)ને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી નીચે ઉતારી મૂકવામાં આવ્યા હતા. સુખબીરના કહેવા પ્રમાણે, એરલાઈન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માન એ એટલો દારૂ પીધો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા ન હતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ દાવો કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનને વિમાનમાંથી ઉતારી દેવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.

ખરેખર, ભગવંત માન તાજેતરમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કર્યું છે કે સાથેના મુસાફરોને ટાંકીને આઘાતજનક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઇન્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કારણ કે તેમણે ખૂબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ અહેવાલ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને શરમાવનારો છે.

સુખબીર બાદલે આગળ લખ્યું, ચોંકાવનારી વાત એ છે કે પંજાબ સરકાર મુખ્યમંત્રીને લઈને આવા અહેવાલો પર મૌન છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તેને હટાવી દેવામાં આવ્યો હોય, તો ભારત સરકારે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. બીજી તરફ બ્રિકમસિંહ મજીઠીયાએ પણ આ મામલે ભગવંત માનને આડે હાથ લીધા છે.

વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ અહેવાલો પર તપાસની માંગ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે, જેથી તેનું કારણ જાહેર કરી શકાય.

ભાજપના સાંસદે કટાક્ષ કર્યો

બીજેપી સાંસદ પરવેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, ભગવંત માને કેજરીવાલને વચન આપ્યું હતું કે તે ભારતમાં દારૂને હાથ નહી લગાડે, નહી કે વિદેશમાં

AAPએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે

AAP પર થઈ રહેલા પ્રહાર વચ્ચે પક્ષે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તેમના નિયત કાર્યક્રમ મુજબ દિલ્હી પરત ફર્યા છે, તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી માન 18 સપ્ટેમ્બરના રોજ જર્મનીથી ફ્લાઇટ લીધી હતી. તેઓ 19 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફર્યા હતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને ખોટો પ્રચાર છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati