West Bengal Election 2021: બંગાળી અભિનેતા થયો ભાજપમાં સામેલ તો થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી દીધો

પશ્ચિમ બંગાળના એક પ્રખ્યાત થિયેટર ગ્રૂપના એક અભિનેતાને ભાજપમાં જોડાવવું મોંઘુ પડ્યું છે. જી હા ભાજપમાં જોડાયા પછી તેમને નાટકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

West Bengal Election 2021: બંગાળી અભિનેતા થયો ભાજપમાં સામેલ તો થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી દીધો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 13, 2021 | 4:59 PM

પશ્ચિમ બંગાળના એક પ્રખ્યાત થિયેટર ગ્રૂપના એક અભિનેતાને ભાજપમાં જોડાવવું મોંઘુ પડ્યું છે. જી હા ભાજપમાં જોડાયા પછી તેમને નાટકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. સૌરભ પાલોધીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે કે કલાકાર કૌશિક કારને ભાજપમાં જોડાવાના કારણે નાટકમાંથી દૂર કરવામાં આવ્યા છે. પાલોધિનું નાટક ‘ઘૂમ નેઈ’ ઉત્પલ દત્તના ક્લાસિક નાટક પર આધારિત છે, જેમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ડાબેરી વિચારધારણા દ્વારા દર્શાવવામાં આવી છે.

કારને પાલોધીના ગ્રૂપ ‘ઈચ્છામોતો’ દ્વારા 2019માં એક પાત્ર ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પાત્ર 2015ના દાદરી કેસથી પ્રેરિત છે, જેમાં એક યુવકને ‘માંસ’ ખાવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો હતો. પાલોધીએ ડાબેરી વિચારધારામાં માને છે. તેમણે ત્રણ દિવસ પહેલા ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, “ભાજપમાં જોડાતા હોવાથી કૌશિક કારને તાત્કાલિક અસરથી” ઘૂમ નેઈ” માંથી અમે દૂર કરી રહ્યા છીએ. આ સમયે, આ કારણ તેને નાટકમાંથી કાઢવા માટે પૂરતું છે. મજૂર વર્ગના નાટકમાં સાંપ્રદાયિક તત્વો માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. થિયેટર જૂથ ટૂંક સમયમાં ઘૂમ નેઈ આગામી શો માટેની તારીખ જાહેર કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નાટકની મૂળ ભાવના પ્રત્યે અન્યાય

પાલોધિએ કહ્યું કે તેઓ તેમના નિર્ણય પર અડગ છે કારણ કે “આ નાટક ભાજપની વિચારધારાની વિરુદ્ધ છે અને તે પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ ‘ઘૂમ નેઈ’નો ભાગ ન હોઈ શકે.” તેમણે કહ્યું, “કૌશિક કારની હાલની રાજકીય તેમની ઓળખ જાણીને જોડાયેલા રહેવું નાટક સાથે નાટકની મૂળ ભાવના અને જે મજૂર વર્ગ માટે બનાવવામાં આવ્યું છે તેની સામે અન્યાય હશે.”

કૌશિક કારે શું આપી પ્રતોક્રિયા

આખી ઘટનાને “ડાબેરી ફાશીવાદની અભિવ્યક્તિ” ગણાવતા કૌશિકે કહ્યું, “કોઈપણ બિનઅનુભવી વ્યક્તિ કે જેનો જનતા સાથે કોઈ સંબંધ નથી અને જે પ્રગતિશીલ સાંસ્કૃતિક ઈતિહાસને જાણતો નથી, તે કોમવાદ પર ભાષણ આપી રહ્યો છે અને આવી વ્યક્તિ જ ફક્ત આવો નિર્ણય લઈ શકે છે. “તેમણે કહ્યું,” આ એકતરફી નિર્ણયથી હું હેરાન છું.”

આ પણ વાંચો: Amitabh Bachchan સર્જરી બાદ ફરી એકવાર કામ પર પાછા ફર્યા, દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક રસપ્રદ ટિપ્પણી કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">