AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિનાના પહેલા જ દિવસે આવ્યા સારા સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો

સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે. જોકે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Breaking News : મહિનાના પહેલા જ દિવસે આવ્યા સારા સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો
| Updated on: Aug 01, 2026 | 7:54 AM
Share

ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ANI મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹202નો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે કોલકાતામાં ₹209નો ઘટાડો થયો છે. બીજી તરફ, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતો યથાવત રાખવામાં આવી છે.

શું છે લેટેસ્ટ ભાવ?

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ, હોટલ અને ચાના સ્ટોલ માલિકોને ઘણો ફાયદો થશે જેઓ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ LPG સિલિન્ડર ₹2,728માં મળશે, જે અગાઉ ₹2,930નો હતો. પટનામાં તેની કિંમત ₹209 ઘટીને ₹3,018 થઈ છે, જ્યારે અગાઉ તે ₹3,227 હતી. લખનૌમાં હવે આ સિલિન્ડર ₹2,860.50માં મળશે, જે પહેલાં ₹3,052.50માં મળતો હતો.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ જાણો

આ વખતે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકોને પહેલા જેવા જ દરો પર LPG મળશે. ઘરેલુ LPG સિલિન્ડર દિલ્હીમાં ₹942માં, કોલકાતામાં ₹968માં, મુંબઈમાં ₹941.50માં અને ચેન્નાઈમાં ₹957.50માં ઉપલબ્ધ છે.

અમદાવાદમાં LPG સિલિન્ડરના નવા ભાવ શું છે ?

અમદાવાદમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹949.00 છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત આશરે ₹2,758.00 છે. ગયા મહિને તેની કિંમત ₹2,952.50 હતી. એટલે આ મહિને ₹194.50નો ઘટાડો નોંધાયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત જૂન 2026થી સતત ₹949.00 પર યથાવત છે. છેલ્લા 12 મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કુલ ₹89નો વધારો થયો છે. જે સપ્ટેમ્બર 2025થી ઓગસ્ટ 2026 વચ્ચે નોંધાયો હતો. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા 12 મહિનામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મે 2026માં સૌથી મોટો વધારો ₹993નો નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટ 2026માં સૌથી મોટો ઘટાડો ₹194.50નો થયો છે.

આ પણ વાંચો, Weather Alert : ભારતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ, પૂરનું એલર્ટ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">