હરિયાણાના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

હરિયાણા (Haryana) સરકારે ખેડૂતોના આંદોલનના પગલે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવાના ઉદ્દેશથી રાજ્યના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

હરિયાણાના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

હરિયાણા (Haryana) સરકારે ખેડૂતોના આંદોલનના પગલે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવાના ઉદ્દેશથી રાજ્યના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હરિયાણા ગૃહવિભાગના એક આદેશ અનુસાર વોઈસ કોલને બાદ કરતા શનિવાર સાંજે પાંચ વાગ્યા સુધી અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જિંદ, રોહતક, ભીવાની, ચરખી, દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા તાત્કાલીક પ્રભાવ બંધ રહેશે.

 

 

સરકારે મંગળવારે સોનીપત, જ્જજર અને પલવલ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ અનુસાર આ ત્રણ જિલ્લામાં સાંજે પાંચ વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. હરિયાણા સરકારે આદેશમાં કહ્યું છે કે વોઈસ કોલ સિવાય આગામી 24 કલાકમાં 30 જાન્યુઆરી સાંજે પાંચ વાગ્યા સુધી ટેલીફોન સેવા, એસએમએસ સેવા, તમામ ડોંગલ, આ 14 જિલ્લામાં બંધ રહેશે. આ દેશમાં રાજ્યમાં શાંતિ બનાવી રાખવાના ઉદ્દેશથી અમલમાં રાખવામાં આવશે.

 

આ પણ વાંચો: Smriti Iraniનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું ‘દેશને તોડનારી તાકાતોનું સમર્થન કરે છે’

Click on your DTH Provider to Add TV9 Gujarati