Smriti Iraniનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું ‘દેશને તોડનારી તાકાતોનું સમર્થન કરે છે’

રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આક્ષેપ બાદ ભાજપે તેમની પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઈચ્છતા હતા કે કાનુન વ્યવસ્થા બગડે.

Smriti Iraniનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું 'દેશને તોડનારી તાકાતોનું સમર્થન કરે છે'

રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આક્ષેપ બાદ ભાજપે તેમની પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઈચ્છતા હતા કે કાનુન વ્યવસ્થા બગડે. તેમજ રાહુલ ગાંધી તિરંગાનું અપમાન કરનારા અને દેશને તોડનારી તાકાતોનું પણ સમર્થન કરે છે.

 

આ પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે સરકારે તેમણે હિંસા કરતા કેમ ના રોક્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખેડૂતોની સાથે છીએ. સરકાર કોઈપણ ભોગે આ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે. લાલ કિલા પર થયેલી હિંસા અંગે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લાલ કિલા પર પ્રદર્શનકારીઓને શા માટે જવા દેવામાં આવ્યા એમને રોકવામાં કેમ ન આવ્યા.

 

રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહને પ્રશ્ન પૂછ્યો કે પ્રદર્શનકારીઓને લાલ કિલા પર કોણે જવા દીધા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી પાસે ખેડૂતો માટે બોલવા માટે કશું નથી પણ અમે ખેડૂતોની સાથે ઉભા છીએ. ખેડૂત એક ઈંચ પણ પાછળ ન હટે. સરકાર ખેડૂતો સાથે વાત કરે અને ત્રણેય કૃષિ કાયદાઓ તરત જ પાછા ખેંચે.

 

આ પણ વાંચો: Syed Mushtaq Ali: અરુણ કાર્તિકની જબરદસ્ત બેટીંગે તમિલનાડુને ફાઈનલમાં પહોંચાડ્યુ, રાજસ્થાનની હાર

Click on your DTH Provider to Add TV9 Gujarati