AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરાબ હવામાને ચાર ધામ યાત્રાને અવરોધી, તબિયત ખરાબ થતા અત્યાર સુધીમાં 10ના મોત

ઉત્તરાખંડમાં પ્રતિકૂળ હવામાનના કારણે ચારધામ યાત્રાને મોટા પ્રમાણમાં અટકાવવામાં આવી છે. કેદારનાથ જતા તિલવાડાથી ફાટા સુધી લગભગ ત્રણ હજાર, સીતાપુરથી સોનપ્રયાગ સુધી છ હજાર અને ગૌરીકુંડમાં લગભગ એક હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે.

ખરાબ હવામાને ચાર ધામ યાત્રાને અવરોધી, તબિયત ખરાબ થતા અત્યાર સુધીમાં 10ના મોત
Weather will be bad till May 5 in ChardhamImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:23 AM
Share

ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. આ પછી 25મી એપ્રિલે કેદારનાથ ધામ અને 27મી એપ્રિલે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ થઈ હતી. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે, કેદારનાથ અને અન્ય ધામોમાં હિમવર્ષા અને ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને અલગ-અલગ સ્થળોએ રોકી દીધા હતા. જ્યારે વહીવટીતંત્રે કેદારનાથ ધામ જતા લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર રોકી દીધા હતા.

યાત્રાળુઓને સોનપ્રયાગથી ઉપર જવાની મંજૂરી નથી. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાના કારણે તીર્થયાત્રીઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે. કેદારનાથ જતા તિલવાડાથી ફાટા સુધી લગભગ ત્રણ હજાર, સીતાપુરથી સોનપ્રયાગ સુધી છ હજાર અને ગૌરીકુંડમાં લગભગ એક હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. સોમવારે લગભગ છ હજાર શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા. હવામાન ખરાબ થતાં શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવામાન સારુ થયા બાદ જ યાત્રાળુઓને કેદારનાથ ધામ મોકલવામાં આવશે.

પોલીસ પ્રશાસને ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરી છે. જે અંતર્ગત હવે યાત્રાળુઓ બંને ધામમાં મંદિરના દર્શન માત્ર રાત્રીના આઠ વાગ્યા સુધી જ કરી શકશે. બીજી તરફ બદ્રીનાથમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં યાત્રા નવ કલાક સુધી રોકી દેવામાં આવી હતી. જેના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે દસ કલાક સુધી બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ બગડતા હવામાનને જોતા રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે રાજ્યના ત્રણ વરિષ્ઠ સચિવોની એક સમિતિની રચના કરી છે.

જેમાં ગ્રામીણ વિકાસ સચિવ ડો.બીવીઆરસી પુરુષોત્તમને કેદારનાથ ધામ ડિઝાસ્ટર સેક્રેટરી તરીકે, રણજીત કુમાર સિન્હાને હેમકુંડ સાહિબ તરીકે અને વિકાસ સચિવ ડો.સુરેન્દ્ર નારાયણ પાંડેને ગંગોત્રી અને યમુનોત્રી માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ જિલ્લા અને રાજ્ય સ્તરે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરે છે, તેઓ નિયમિતપણે મુખ્ય સચિવને ચારધામ યાત્રા વિશે તેમના અહેવાલો આપશે.

5 મે સુધી હવામાન ખરાબ રહેશે

હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોની સાથે ચાર ધામમાં 5 મે સુધી હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપી છે. રાજ્ય સરકારને ચારધામ યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા મર્યાદિત કરવા અને યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા જણાવ્યું છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે.

અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

કેદારનાથ ધામમાં છેલ્લા 20 દિવસથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. બદરી-કેદાર મંદિર સમિતિની કેદારનાથ ધામ શાખાના એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી કહે છે કે છેલ્લા બે દિવસથી કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ગયું છે.

વરસાદ અને હિમવર્ષા વચ્ચે સોમવારે લગભગ નવ હજાર અને મંગળવારે લગભગ 12 હજાર શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા. 25 એપ્રિલે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં આઠ દિવસમાં એક લાખ એક હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં ચાર ધામના ચાર લાખથી વધુ યાત્રિકોએ દર્શન કર્યા છે.

ઓનલાઈન અને હેલિકોપ્ટર બુકિંગ 6 મે સુધી કેન્સલ

ચારધામ યાત્રાના ઓનલાઈન બુકિંગ અને હેલિકોપ્ટરના બુકિંગ પર 6 મે સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિકૂળ હવામાનના કારણે અત્યાર સુધીમાં દસ જેટલા યાત્રાળુઓએ નાદુરસ્ત તબિયતના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 46 હજાર શ્રદ્ધાળુઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. ચાર ધામ યાત્રા રૂટ પર વિવિધ સ્થળોએ હેલ્થ એટીએમ લગાવવામાં આવ્યા છે.

ચાલવાના માર્ગમાં ઘોડા-ખચ્ચરની સંખ્યા નિશ્ચિત

કેદારનાથ ધામની યાત્રા દરમિયાન પહેલા અઠવાડિયામાં જ ત્રણ ઘોડા અને ખચ્ચરના મોત થયા છે. રુદ્રપ્રયાગના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. આશિષ રાવતે જણાવ્યું હતું કે કેદારનાથ ધામના પદયાત્રી માર્ગ પર નિયમોનું પાલન ન કરવા બદલ 61 ઘોડા-ખચ્ચર માલિકોના ચલણ કરવામાં આવ્યા છે અને ત્રણ ડઝન ઘોડા-ખચ્ચરને તેમની ખરાબ સ્થિતિને કારણે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી નથી. બહાર સાથે જ ચારધામ યાત્રાના રૂટ પર ઘોડા અને ખચ્ચરની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. પશુ માલિકને માત્ર બે ઘોડા-ખચ્ચર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

કેદારનાથ યાત્રાના રૂટ પર ગૌરીકુંડથી કેદારનાથ સુધીની 19 કિલોમીટરની પદયાત્રામાં માત્ર પાંચ હજાર ઘોડા-ખચ્ચરને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે હેમકુંડ સાહિબ માટે 15 કિલોમીટરના પદયાત્રી માર્ગ માટે માત્ર 1050 ઘોડા-ખચ્ચર નક્કી કરવામાં આવ્યા છે. ઘોડા અને ખચ્ચરના કાન પર ટેગ લગાવવું ફરજિયાત રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ચારધામને લગતા સમાચાર માટે અહીંયા ક્લિક કરો.

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">