દેશમાં પેદા થઈ ગયું પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ, આ શહેરમાં વાહન દીઠ પેટ્રોલ-ડીઝલની મર્યાદા કરાઈ નક્કી, દરરોજ એક વાહનચાલક પૂરાવી શકશે 3 લિટર પેટ્રોલ
દેશમાં એક શહેર એવું પણ છે જ્યાં દરરોજ વાહનોમાં પૂરાતા પેટ્રોલ અને ડીઝલની મર્યાદા નક્કી કરી દેવાઈ છે. આ નિર્ણય આ શહેરમાં પડેલા જબરદસ્ત બરફ બાદ લેવામાં આવ્યો છે. દેશનું આ શહેર છે જમ્મૂ અને કાશ્મીરનું શ્રીનગર. અહીં છેલ્લા કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે, તેના કારણે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથે […]

દેશમાં એક શહેર એવું પણ છે જ્યાં દરરોજ વાહનોમાં પૂરાતા પેટ્રોલ અને ડીઝલની મર્યાદા નક્કી કરી દેવાઈ છે.
આ નિર્ણય આ શહેરમાં પડેલા જબરદસ્ત બરફ બાદ લેવામાં આવ્યો છે. દેશનું આ શહેર છે જમ્મૂ અને કાશ્મીરનું શ્રીનગર.
અહીં છેલ્લા કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે, તેના કારણે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથે જ કાશ્મીર ઘાટીનો પ્રદેશ હોવાથી દેશના અન્ય ભાગો સાથે જોડતા માર્ગો પર પણ બરફની મોટી ચાદર જામી ગઈ છે. જેનાથી ઘાટી સુધી વિવિધ સામગ્રીઓ અને ઈંધણનો પુરવઠો પહોંચાડવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે.
અપૂરતા ઈંધણની સમસ્યાને પહોંચી વળવા શ્રીનગર પ્રશાસને શહેરના તમામ પેટ્રોલપંપ સંચાલકોને નિર્દેશ કર્યો છે. પ્રશાસને કહ્યું છે કે એક દિવસમાં એક વાહનમાં માત્ર 3 લીટર પેટ્રોલ જ પૂરવામાં આવશે. સાથે જ ડીઝલનું પ્રમાણ પણ નક્કી કરી દેવાયું છે. હવે શ્રીનગરના પેટ્રોલપંપથી દરરોજનું માત્ર 10 લીટર ડીઝલ જ એક વાહનમાં નાખવામાં આવશે.
તમને માલૂમ જ હશે કે જમ્મૂ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે. ત્યાંથી અન્ય મુખ્ય માર્ગો સુધી જવું પણ શક્ય નથી. ઘાટીના પર્વતીય ક્ષેત્રોમાં ઘણી જગ્યાઓએ હિમસ્ખલન અને ઘણી જગ્યાઓ પર હિમપાત થયો છે. અધિકારીઓએ જમ્મૂ કાશ્મીરના 22 જિલ્લાઓમાંથી 16 જિલ્લાઓમાં હિમસ્ખલનની ચેતવણી આપી છે. દક્ષિણી કાશ્મીરના કુલગામ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ હિમપાત થયો. જિલ્લાના કેટલાક ભાગોમાં પાંચ ફૂટ સુધી બરફ પડ્યો.
કાશ્મીરને દેશના બાકીના ભાગોથી જોડતો જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ભારે હિમપાત અને ભૂસ્ખલનના કારણે શુક્રવારથી સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો.
[yop_poll id=1242]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]