Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ
Atique Ahmed Murder: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હુમલાખોરોએ આવીને ગોળી મારી હત્યા કરી દીધી છે.
પ્રયાગરાજ માં શનિવારે રાત્રે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લમણા પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા મેડિકલ માટે અતીક અને અશરફને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર દ્વારા લમણા પર બંદૂક રાખીને ફાયરિંગ કર્યુ હતું. રિપોર્ટ્સ મુજબ લગભગ 14 જેટલા રાઉન્ડ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અને અશરફની ગોળી મારી હત્યા કરી દીધા બાદ હુમલાખોરોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.
જે પ્રમાણે અતીક અને અશરફને લાવવા અને લઈ જવા દરમિયાન ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હતો. તો હવે હત્યા બાદ સવાલો એ વાત ના થઈ રહ્યા છે કે, પોલીસના ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે તેમની હત્યા કેવી રીતે થઈ ગઈ હુમલાખોરો તેઓની નજીક પહોંચી કેવી રીતે શક્યા હતા. જાણકારી જે પ્રમાણે સામે આવી રહી છે એ મુજબ શૂટર્સ પત્રકારના વેશમાં આવ્યા હતા અને તેમની પાસે આ રીતે પહોંચીને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે પત્રકાર સમજીને તેમને સુરક્ષા ઘેરામાં નજીક આવવા દીધા હતા.
#WATCH | UP: Aftermath from the spot where Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead while interacting with media. pic.twitter.com/uduGfUEO8g
— ANI (@ANI) April 15, 2023
પત્રકાર બની આવ્યા હુમલાખોર
પોલીસ અતીક અને અશરફને મેડિકલ માટે લઈ જઈ રહી હતી એ દરમિયાન જ કાલ્વિન હોસ્પિટલ પાસે તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહેમદની હત્યા બાદ એક દમ જ સન્નાટો વ્યાપી ચૂક્યો છે. અતીક અહેમદ મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આવી ઘટના ઘટશે તેની કોઈને કલ્પના પણ નહોતી. બે હુમલાખોરો પત્રકાર બનીને આવ્યા હતા. તેમની સાથે હથિયારો હતા. બંનેએ ઝડપથી ગોળીબાર શરુ કરી દીધો હતો અને લગભગ 14 રાઉન્ડ ગોળીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
જોકે આ હત્યા કરીને શૂટરો ભાગ્યા નહીં અને હાથ ઊંચા કરીને પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતુ. ફાયરિંગ કરનારા ત્રણ શૂટરોના નામ લવલેશ તિવારી, સની, અરુણ મૌર્ય છે. સીએમ યોગી આ હત્યાકાંડથી ખુશ નથી. તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન આદિત્ય યોગી એ રાજ્યના પોલીસ વડા અને એડીશનલ ડીજી લો એન્ડ ઓર્ડરને સતર્ક કર્યા છે. મુખ્યપ્રધાન યોગી હત્યાની આ ઘટનાને લઈ નાખુશ હોવાના મીડિયા રીપોર્ટ્સમાં બતાવાઈ રહ્યુ છે.
આ પણ વાંચોઃ Atique Ahmed Murder: અતીક અહેમદના સાડા ચાર દશકના ‘આંતક’ નો 49 દિવસમાં જ અંત, રાજૂ પાલના સાક્ષીની હત્યા ‘કાળ’ બની
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…