Morning Consult Survey : PM મોદી વિશ્વના સૌથી પ્રખ્યાત નેતા બન્યા,અપ્રુવલ રેટિંગમાં જો બાઈડનને છોડ્યા પાછળ

મોર્નિંગ કન્સલ્ટ સર્વે અનુસાર, પીએમ મોદી (PM Narendra Modi)અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં વધુ સારું કામ કરી રહ્યા છે. આ રેટિંગમાં પીએમ મોદી સિવાય, માત્ર બે વિશ્વ નેતાઓને 60 થી વધુનું રેટિંગ મળ્યું છે. આ યાદીમાં PM મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબરાડોર છે.

Morning Consult Survey : PM મોદી વિશ્વના સૌથી પ્રખ્યાત નેતા બન્યા,અપ્રુવલ રેટિંગમાં જો બાઈડનને છોડ્યા પાછળ
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 3:03 PM

Survey : અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં (Morning Consult Survey)પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી પ્રખ્યાત નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અપ્રુવલ રેટિંગની દ્રષ્ટિએ વૈશ્વિક 13 નેતાઓની યાદીમાં પીએમ મોદી પ્રથમ સ્થાને છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ (President of the United States) જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, પીએમ મોદીની અપ્રુવલનું રેટિંગ 70 ટકા છે અને આ રેટિંગ વિશ્વના ટોચના 13 નેતાઓમાં સૌથી વધુ છે.

PM મોદી સિવાય માત્ર બે નેતાઓને 60 થી વધુનું રેટિંગ 

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મોર્નિંગ કન્સલ્ટના એક સર્વે અનુસાર, પીએમ મોદી અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં વધુ સારું કામ કરી રહ્યા છે. PM મોદી સિવાય માત્ર બે વિશ્વ નેતાઓને 60 થી વધુનું રેટિંગ મળ્યું છે. આ યાદીમાં પીએ મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ (President) એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબરાડોર છે. જેમનું અપ્રુવલ રેટિંગ 64 છે, જ્યારે ત્રીજા ક્રમે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી છે જેમનું રેટિંગ  63 છે.

જુઓ અપ્રુવલ રેટિંગ

ઉપરાંત આ રેટિંગમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ 52 ના રેટિંગ સાથે ચોથા નંબરે છે, જ્યારે યુએસ પ્રમુખ જો બાઈડન આ યાદીમાં પાંચમા સ્થાને છે. આ રેટિંગ અનુસાર જો બાઈડનનું અપ્રુવલ રેટિંગ 50 થી ઓછું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મે 2020 માં જાહેર કરવામાં આવેલા અપ્રુવલ રેટિંગ(Approval rating) અનુસાર વડા પ્રધાન મોદીનું 84 ટકા રેટિંગ હતુ.

વૈશ્વિક સ્તરે લેવાયેલા નિર્ણયોના આધાર પર અપ્રુવલ રેટિંગ જાહેર કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ (Data Intelligence Firm) મોર્નિંગ કન્સલ્ટ કંપની એક પોલિટિક્સ ઈન્ટેલિજન્સ કંપની છે. હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં (United States) સરકારી નેતાઓનાં કામ અને તેના વૈશ્વિક સ્તરે લેવાયેલા નિર્ણયોના આધાર પર અપ્રુવલ રેટિંગ જાહેર કરે છે.

આ પણ વાંચો: PM Narendra Modi : આ વર્ષે PM નો જન્મદિવસ બનશે ખાસ, 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે જન્મદિવસ

આ પણ વાંચો: Teacher’s Day 2021 : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં પ્રેરણાદાયક વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">