વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ફેરવ્યું ઝાડુ અને AAP નો થયો સફાયો, ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત
આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200થી વધારે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે તેલંગાણામાં કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કોઈ ખાસ નિશાન છોડવામાં સફળ રહી નથી અને અરવિંદ કેજરીવાલની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યુ છે અને લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે. ભાજપ 3 રાજ્ય અને કોંગ્રેસ તેલંગાણામાં સરકાર બનાવશે. આમ આદમી પાર્ટી એટલે કે AAP આ ચૂંટણીમાં કોઈ ખાસ પ્રદશન કરી શકી નથી. દિલ્હી અને પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી લડી હતી. આ રાજ્યોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત પાર્ટીના મોટા નેતાઓએ રેલીઓ કરી હતી, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી.
મફત વીજળી અને પાણીની સાથે મફત શિક્ષણ આપવાનો સમાવેશ
મધ્યપ્રદેશમાં AAP એ 70 થી વધુ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનની 88 અને છત્તીસગઢની 57 સીટ પર ચૂંટણી લડી હતી. આપ દ્વારા ઈલેકશન મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપવામાં આવ્યા હતા. જેમાં મફત વીજળી અને પાણીની સાથે મફત શિક્ષણ આપવાનો સમાવેશ થાય છે. દિલ્હી અને પંજાબમાં તેની સરકાર સાથે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષમાં ત્રીજા સ્થાને છે.
200થી વધારે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200થી વધારે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે તેલંગાણામાં કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કોઈ ખાસ નિશાન છોડવામાં સફળ રહી નથી અને અરવિંદ કેજરીવાલની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી
આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 70થી વધુ ઉમેદવારો, રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકોમાંથી 88 સીટ પર અને છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાંથી 57 સીટ પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. કેજરીવાલને ત્રણેય રાજ્યોમાં મોટો ઝટકો લાગ્યો છે. આપના લગભગ તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.
આ પણ વાંચો : દિયા કુમારી છે ભગવાન શ્રી રામના વંશજ, જાણો શું છે રઘુકુલ સાથે તેમનો સંબંધ
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીને 0.93 ટકા વોટ મળ્યા છે. મધ્યપ્રદેશમાં 0.50 વોટ મળ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 0.37 ટકા વોટ મળ્યા છે. જો કે હાલ મત ગણતરી ચાલુ છે.
