વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે આપ્યુ રાજીનામુ

મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA સરકારમાં અશ્વિની કુમાર કાયદા મંત્રી હતા. તેઓ 46 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે આપ્યુ રાજીનામુ
Ashwani Kumar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:36 PM

Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી 2022ની વચ્ચે કોંગ્રેસને (Congress Party) મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વની કુમારે (Ashwani Kumar)કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુમારે પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસની બહાર રહીને રાષ્ટ્રીય હિતની વધુ સારી સેવા કરી શકે છે.

 આ કારણે અશ્વિની કુમારે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો

ઉલ્લેખનીય છે કે, કુમારની બે પેઢીઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી છે. રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે. ભૂતપૂર્વ કાયદા પ્રધાને વધુમાં કહ્યુ કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ગુલામ નબી આઝાદની પ્રતિમાને લગતા તાજેતરના વિવાદોએ તેમને પદ છોડવાનો નિર્ણય લેવા માટે મજબૂર કર્યા. મળતી માહિતી અનુસાર આ ઘટનાઓને કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું મન બનાવ્યુ હતુ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કોંગ્રેસ પ્રમુખને લખ્યો પત્ર

કોંગ્રેસ અધ્યક્ષને લખેલા તેમના પત્રમા કુમારે કહ્યુ કે, “આ બાબત પર વિચાર કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ અને મારી ગરિમાને ધ્યાનમાં રાખીને, હું પાર્ટીની બહાર રહીને પણ રાષ્ટ્રીય સમસ્યાઓને ઉકેલવા શ્રેષ્ઠ રીતે સેવા આપીશ” તેમણે વધુમાં કહ્યું, આ રીતે હું 46 વર્ષના લાંબા સમય પછી પાર્ટી છોડી રહ્યો છું. હું આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલ ઉદાર લોકશાહીના વચનના આધારે પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરિત જાહેર મુદ્દાઓને સક્રિયપણે આગળ ધપાવવા માટે આતુર છું.

અમરિંદર સિંહ સાથે પાર્ટીના વ્યવહારની ટીકા

મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA સરકારમાં અશ્વિની કુમાર કાયદા મંત્રી હતા. તેઓ 46 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કુમારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) સાથે કોંગ્રેસના વર્તનની પણ ટીકા કરી હતી.

આ પણ વાંચો : UP Election : પ્રિયંકા ગાંધી યુપી ચૂંટણી માટે કાનપુરમાં રોડ શો કરશે, મહિલાઓ સાથે વાત કરશે

g clip-path="url(#clip0_868_265)">