Assam Floods: આસામમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 187 લોકોના મોત, 12 જિલ્લામાં 9 લાખ લોકો થયા પ્રભાવિત

ગુરુવારે આસામમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ એક બાળકનું મોત થયું છે જ્યારે 12 જિલ્લાઓમાં 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

Assam Floods: આસામમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 187 લોકોના મોત, 12 જિલ્લામાં 9 લાખ લોકો થયા પ્રભાવિત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 6:26 AM

ગુરુવારે આસામમાં પૂરની સ્થિતિમાં (Assam Floods) આંશિક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ એક બાળકનું મોત થયું છે જ્યારે 12 જિલ્લાઓમાં 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સરકારી બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક પૂરના અહેવાલ મુજબ, કચર જિલ્લામાં એક બાળક પાણીમાં ડૂબી ગયું. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 187 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓથોરિટી અનુસાર, બજલી, કચર, ચિરાંગ, દુરાંગ, ડિબ્રુગઢ, હૈલાકાંડી, કામરૂપ, કરીમગંજ, મોરીગાંવ, નાગાંવ, શિવસાગર અને તામૂલપુર જિલ્લામાં લગભગ 9,06,000 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. બુધવારે 15 જિલ્લામાં આવા લોકોની સંખ્યા 9.68 લાખ હતી. ઓથોરિટી અનુસાર, હાલમાં 707 ગામો ડૂબી ગયા છે અને 17,068.73 હેક્ટર વિસ્તારમાં પાક નાશ પામ્યો છે.

હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 5ના મોત

બીજી તરફ, હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શિમલામાં બુધવારે ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો ગુમ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ્લુમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગુમ થયેલા પાંચ લોકોના મોતની પણ આશંકા છે. જિલ્લામાં મલાણા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 25 થી વધુ કર્મચારીઓને એક બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઈમારતને અચાનક પૂરમાં નુકસાન થયું હતું.

જણાવી દઈએ કે, શિમલા જિલ્લાના ઝાકરીમાં ફિરોઝપુર-શિપકી લા નેશનલ હાઈવે-5 સહિત ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠાને પણ અસર થઈ છે. કુલ્લુ પ્રશાસને નદીઓ પાસે વોટર સ્પોર્ટ્સ અને કેમ્પિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ લારજી અને પંડોળ ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ જ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

(ઇનપુટ ભાષા)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">