અત્યાધુનિક રેલવે સ્ટેશન રાણી કમલાપતિનું વડાપ્રધાને કર્યુ ઉદ્ઘાટન, 450 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની જાણો વિશેષતા

રાણી કમલાપતિ રેલવે સ્ટેશન' મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન છે જેનું નામ ગોંડ રાજ્યની રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અત્યાધુનિક રેલવે સ્ટેશન રાણી કમલાપતિનું વડાપ્રધાને કર્યુ ઉદ્ઘાટન, 450 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનની જાણો વિશેષતા
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 5:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ભોપાલ(Bhopal)માં વિશ્વકક્ષાના રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ છે. 450 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશન(Railway station)ને રાણી કમલાપતિ નામ આપવામાં આવ્યુ છે. વડાપ્રધાને રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ કે આ રેલવે સ્ટેશનને રાણી કમલાપતિનું નામ આપવાથી રેલવે સ્ટેશનનું ગૌરવ વધી ગયુ છે.વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યુ કે આ રેલવે સ્ટેશનથી પર્યટન સ્થળોની કનેક્ટિવીટી વધશે.

પીએમ મોદીની મધ્યપ્રદેશ મુલાકાતના બે દિવસ પહેલા જ આ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું. પહેલા તેનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન હતું.

રાણી કમલાપતિના નામ પરથી સ્ટેશનનું નામ વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘રાણી કમલાપતિ રેલવે સ્ટેશન’ મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન છે જેનું નામ ગોંડ રાજ્યની રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
Prime Minister inaugurates world class railway station built at a cost of Rs 450 crore, state-of-the-art railway station named Rani Kamalapati

Prime Minister inaugurates world class railway station ‘Rani Kamalapati’

શું છે રેલવે સ્ટેશનની ખાસિયત?

PPP મોડ પર બનેલા આ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની જેમ વિકસાવવામાં આવ્યું છે. જેમાં લગભગ 2000 લોકોની બેઠક ક્ષમતાથી લઈને આધુનિક શૌચાલય, ગુણવત્તાયુક્ત ભોજન, મ્યુઝિયમ અને ગેમિંગ ઝોનની સુવિધા આપવામાં આવી છે. સ્ટેશનના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 450 કરોડ જણાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, રાણી કમલાપતિ રેલવે સ્ટેશન એ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ બનાવવામાં આવેલ દેશનું પ્રથમ મોડેલ સ્ટેશન છે. તેની ખાસ વાત એ છે કે અહીંયા મુસાફરોને કોઈપણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપલબ્ધ દરેક સુવિધા મળશે.

સ્ટેશનની સામે જ પાર્કિંગ  સ્ટેશનમાં પ્રવેશવાનો અલગ રસ્તો અને બહાર નીકળવાનો અલગ રસ્તો છે. આ સાથે રેલવે સ્ટેશનનું પાર્કિંગ સ્ટેશનની સામે જ બનાવવામાં આવ્યું છે. જેના કારણે પાર્કિંગમાંથી સ્ટેશન પર સરળતાથી અને ઝડપથી પહોંચી શકાય છે. આ સાથે પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટ લગાવવામાં આવી છે. તે જ સમયે, સ્ટેશન પર એર કોન્કોર બનાવવામાં આવ્યું છે, જેમાં લગભગ 2000 હજાર મુસાફરો એકસાથે બેસીને ટ્રેનની રાહ જોઈ શકશે.

મુસાફરોની તમામ સુવિધાનું રખાયુ છે ધ્યાન

પાંચેય પ્લેટફોર્મ લિફ્ટ એસ્કેલેટર અને સીડી દ્વારા આ કોન્કોર્સ સાથે જોડાયેલા છે. આ સાથે જ આખા સ્ટેશન પર અલગ-અલગ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ભાષાઓમાં રેલની હિલચાલની માહિતી આપવામાં આવશે. આ સાથે સ્ટેશન પર ફૂડ રેસ્ટોરન્ટ, એસી વેઈટિંગ રૂમથી લઈને રિટાયરિંગ રૂમ અને ડોરમેટરી સહિત વીઆઈપી લોન્જ પણ બનાવવામાં આવ્યા છે.

સુરક્ષા પર ખાસ ધ્યાન રખાયું

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સ્ટેશન પર લગભગ 160 CCTV કેમેરા પણ એસેમ્બલ કરવામાં આવ્યા છે, જે ચોવીસ કલાક સ્ટેશનની અંદર અને બહારની જગ્યાઓ પર નજર રાખશે. સ્ટેશનમાં પ્રવેશથી બહાર નીકળવા સુધી ટિકિટ ચેકિંગ પોઈન્ટ હશે.દરરોજ આશરે 30 હજાર મુસાફરો રેલવે સ્ટેશનની મુલાકાત લે છે. હાલમાં 40 થી વધુ જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. વધુ ટ્રેનોના સ્ટોપેજ બાદ દરરોજ લગભગ 40 હજાર મુસાફરોની અવરજવર રહે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહે માન્યો આભાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કહ્યું કે ભોપાલમાં સ્થિત દેશના સૌથી આધુનિક રેલવે સ્ટેશન હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘રાની કમલાપતિ’ સ્ટેશન રાખવામાં આવ્યું છે. તેમણે આ નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ Cricket News: Team Indiaનો સાથ છોડ્યા બાદ રવિ શાસ્ત્રી નવી જવાબદારી સંભાળશે, આ લીગના કમિશનર બનાવાયા

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">