કિરણ ગોસાવીની વધી મુશ્કેલી ! ગોસાવીની મહિલા સાથી કુસુમ ગાયકવાડની પુણે પોલીસે કરી ધરપકડ
આર્યન ખાન ડ્રગ્સ કેસને દબાવવા માટે કિરણ ગોસાવીએ શાહરૂખ ખાનની (Shahrukh Khan) મેનેજર પૂજા ડડલાની સાથે 25 કરોડની વસૂલાત માટે ડીલ કરી હતી, જે બાદમાં 18 કરોડ નક્કી કરવામાં આવી હતી.
Maharashtra : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે સંકળાયેલા છેતરપિંડીના કેસમાં ફસાયેલા કિરણ ગોસાવીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પુણેના જે કેસમાં કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે, તેના સહયોગી કુસુમ ગાયકવાડની (Kusum Gaikwad)પણ આજ કેસ સંબધિત ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કિરણ ગોસાવી વિરુદ્ધ ભોસરી પોલીસ સ્ટેશનમાં પણ એક છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કિરણ ગોસાવી NCBના પંચ સાક્ષી છે. આર્યન ખાન હાલ આ કેસમાં જામીન પર બહાર છે.પરંતુ આર્યન ખાનના આ કેસને દબાવવા માટે કિરણ ગોસાવીએ શાહરૂખ ખાનની (Shahrukh Khan) મેનેજર પૂજા ડડલાની સાથે 25 કરોડની વસૂલાત માટે ડીલ કરી હતી, જે બાદમાં 18 કરોડ નક્કી કરવામાં આવી હતી. આ પછી ગોસાવી 50 કરોડની ટોકન મની લઈને ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર ડીલનો ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે ખુલાસો કર્યો હતો.
કિરણ ગોસાવી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે
અગાઉ પણ કિરણ ગોસાવી (Kiran Gosavi) વિરુધ્ધ કેટલાક છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા હતા. જેમાં એક કેસમાં પુણે પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલમાં ગોસાવી ન્યાયિક કસ્ટડીમાં છે. આ જ કેસમાં ગોસાવીની મહિલા સહાયક કુસુમ ગાયકવાડની પણ શુક્રવારે પૂણે પોલીસે ધરપકડ કરી છે.
વિદેશમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો મામલો
ગોસાવીએ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક પાસેથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યારે આ કેસમાં ગોસાવીની સહયોગી કુસુમ ગાયકવાડ દુબઈથી પરત ફરતાંની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
કિરણ ગોસાવી વિરુદ્ધ ભોસરી પોલીસ સ્ટેશનમાં (Bhosari Police Station) પણ છેતરપિંડીનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. વિદેશમાં નોકરી અપાવવાના નામે 2.5 લાખની છેતરપિંડીનો કર્યો હોવાનો ગોસાવી પર આરોપ લગાવવામાં આવ્યો છે.આ અંગે વિજયકુમાર સિદ્દલિંગ કનડેએ ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ