Breaking News: પૂંછમાં આતંકી હુમલાના કારણે સેનાના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ

|

Apr 20, 2023 | 8:10 PM

જમ્મુ-કાશ્મીરના પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં આતંકી હુમલાના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી મળી છે.

Breaking News: પૂંછમાં આતંકી હુમલાના કારણે સેનાના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ
Jammu and Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકી દ્વારા સેનાની એક ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 5 જવાન શહીદ થયા છે. આ હુમલો ભટ્ટા દુરિયન વિસ્તારમાં થયો હતો. આતંકી હુમલામાં ગોળીબારીના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે આગને કારણે કેટલાક જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. આગની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક

આ પણ વાંચો: Gujarati Video: મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ભાજપના પૂર્ણેશ મોદીએ આવકાર્યો કહ્યુ- આ સામાજિક અપમાનનો મુદ્દો

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારોમાં આગ દૂર દૂર સુધી દેખાતી હતી. સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. પોલીસ ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

Army vehicle caught fire

જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે 5 જવાનો શહીદ થયા છે. જ્યારે દાઝી જવાને કારણે અનેક જવાન ઘાયલ થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેના અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તે પુંછથી 90 કિલોમીટર દૂર છે.

સુત્રના જણાવ્યા મુજબ PAFF એ હુમલાની જવાબદારી લીધી છે. તેમજ પુંછ હુમલામાં લશ્કર-એ-તોયબાનો હાથ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કરતા સેનાની ગાડીમાં આગ લાગી હતી. તેમજ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ગોળીબારીના કારણે પણ ગાડીમાં આગ લાગી છે. જોકે હાલ સેના પ્રમુખે રક્ષામંત્રીને આતંકી હુમલાની જાણકારી આપી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:07 pm, Thu, 20 April 23

Next Article