એર સ્ટ્રાઈકના 8 મહિના બાદ બાલાકોટમાં આતંકીઓ ફરી સક્રિય થયા, ભારતીય સેના એલર્ટ મોડ પર ,જુઓ VIDEO

આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પોને ફરીથી સક્રિય કરી દીધા છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઈકમાં બાલાકોટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ હતુ પણ છેલ્લા 8 મહિનામાં પાકિસ્તાન આ જગ્યા પર ફરીથી આતંકી ગતિવિધીઓ કરવા લાગ્યા છે. 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર […]

એર સ્ટ્રાઈકના 8 મહિના બાદ બાલાકોટમાં આતંકીઓ ફરી સક્રિય થયા, ભારતીય સેના એલર્ટ મોડ પર ,જુઓ VIDEO
Why is PVSM, UYSM, AVSM, YSM, SM, VSM, ADC written next to Bipin Rawat's name
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 7:21 AM

આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પોને ફરીથી સક્રિય કરી દીધા છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઈકમાં બાલાકોટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ હતુ પણ છેલ્લા 8 મહિનામાં પાકિસ્તાન આ જગ્યા પર ફરીથી આતંકી ગતિવિધીઓ કરવા લાગ્યા છે.

26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ સ્ટ્રાઈકમાં જૈશના ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આર્મી ચીફને જ્યારે પુછવામાં આવ્યું કે આ વખતે પણ શું ભારતીય સેના એરસ્ટ્રાઈક કરશે તો તેમને કહ્યું કે આપણે એરસ્ટ્રાઈકને જ કેમ રીપીટ કરીશુ. તેનાથી આગળ કેમ નથી જઈ શકતા. આર્મી ચીફે કહ્યું કે સેનાએ સીમા પર પૂરી તૈયારી કરી છે અને નિયંત્રણ રેખા પર વધારે સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આર્મી ચીફે કહ્યું કે આતંકીઓને ભારતની અંદર ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે પણ આ પરિસ્થિતીઓમાં તેમનો સામનો કેવી રીતે કરવો એ અમે જાણીએ છીએ. ચેન્નાઈમાં જનરલ બિપિન રાવતે કહ્યું કે અમારી સેનાને જાણ છે કે કેવી રીતે પોઝિશન લેવામાં આવે અને કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે. અમે એલર્ટ છીએ અને અમે નક્કી કરીશુ કે ઘુસણખોરીની ઘટનાઓને ખત્મ કરી દેવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">