Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનુરાગ ઠાકુરે મણિપુર મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું ‘દેશ તમારો ઈતિહાસ ભૂલી શકતો નથી’

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ રાજ્ય ઘણા મહિનાઓ સુધી બંધ રહ્યું. સળગતુ રહ્યુ. જો આ વર્ષોની ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થશે કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં હજારો લોકો માર્યા ગયા અને કોંગ્રેસના હાથ આ લોહીથી લથપથ છે.

અનુરાગ ઠાકુરે મણિપુર મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું 'દેશ તમારો ઈતિહાસ ભૂલી શકતો નથી'
Anurag Thakur slams Rahul Gandhi and Congress on Manipur issue
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 6:47 AM

Manipur Violence: મણિપુર હિંસા અંગે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે મણિપુર મુદ્દે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પડયા બાદ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન નોર્થ ભારત માત્ર બોમ્બ, બંધ અને બ્લાસ્ટ માટે જાણીતું હતું. કોંગ્રેસનો પંજો પૂર્વોત્તરના હજારો લોકોના લોહીથી રંગાયેલો છે.

મણિપુર હિંસા પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે 1962માં પંડિત નેહરુએ આસામને તો ટાટા-બાય-બાય કહ્યું હતું. ‘માય હાર્ટ ગોજ આઉટ ટુ આસામ, ટુ ધ પીપલ ઓફ આસામ’ કહી દીધું હતુ. તમે તો તે સમયે છોડી દીધા હતા. તમારો એક ટુકડો જતો રહે તો પણ તમને કોઈ ફરક પડતો નથી. અક્સાઈ ચીનનો વિસ્તાર જતો રહ્યો તો પણ તમને કોઈ ફરક ન પડ્યો.

આ પણ વાંચો: Gujarat Live Updates : હવાઈના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 67 લોકોના મોત

ચાર્જર લગાવ્યા પછી પણ ફોન ચાર્જ થતો નથી? ગભરાશો નહીં, આ ટિપ્સ કરો ફોલો
Tulsi: તુલસીની આસપાસ પ્રદક્ષિણા કરવાથી શું ફાયદો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 15-03-2025
Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?

મિઝોરમમાં બોમ્બ કોણે ફેંક્યાઃ અનુરાગ ઠાકુર

ચીન સાથેના સંબંધો પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે આજે પણ તમે હિન્દી-ચીની ભાઈ-ભાઈ કરતા રહ્યા અને તમે એ જ ચીનમાંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે પૈસા લો છો. તમે કોઈ જવાબ આપતા નથી. તેમણે કહ્યું, “હવે હું 1966ની વાત કરું છું, જેમણે મિઝોરમમાં બોમ્બ ફેંક્યા હતા. કોનો વાંક હતો? રાહુલ ગાંધી તમે જવાબ આપો. મિઝોરમમાં બોમ્બ ફેંકીને હજારો લોકોની હત્યા કોણે કરી? શું તમે ઈન્દિરા ગાંધીના નિર્ણયો વિશે કંઈ નહિ કહો? આજે જ્યારે મીડિયા તરફથી સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તમે બહાર નીકળી ગયા.

તે સમયે પણ કોંગ્રેસની સરકારે જ બોમ્બ ફેંક્યો હતો. જો આપણે 1997ની વાત કરીએ, જ્યારે મણિપુર એક વર્ષ સુધી સળગતું રહ્યું, ત્યારે ત્યાં કોની સરકાર હતી, કોનું સમર્થન હતું. એટલું જ નહીં, 2011માં જ્યારે રાહુલ ગાંધી સાંસદ હતા ત્યારે મણિપુરમાં પેટ્રોલ 2000-2000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાતું હતું.

દેશ તમારો ઈતિહાસ ભૂલી શકતો નથી: અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ રાજ્ય ઘણા મહિનાઓ સુધી બંધ રહ્યું. સળગતુ રહ્યુ. જો આ વર્ષોની ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થશે કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં હજારો લોકો માર્યા ગયા અને કોંગ્રેસના હાથ આ લોહીથી લથપથ છે. આ લોહિયાળ પંજો જેનો તમે જવાબ આપી શકતા નથી. દેશ તમારો ઈતિહાસ ભૂલી શકે તેમ નથી.

પૂર્વોત્તરમાં કોંગ્રેસના શાસન પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “કોંગ્રેસના શાસન દરમિયાન પૂર્વોત્તર માત્ર બોમ્બ, બંધ અને બ્લાસ્ટ માટે જાણીતું હતું. તમારી લુક ઈસ્ટ પોલિસી હતી અને તમે જોતા જ રહેતા હતા, પરંતુ પીએમ મોદીના આગમન પછી એક્ટ ઈસ્ટ પોલિસી લાગુ કરવામાં આવી અને કોંગ્રેસના છેલ્લા 60 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદી તમારા વડાપ્રધાન કરતા વધુ ઉત્તરપૂર્વમાં ગયા. તેઓ માત્ર ત્યાં ગયા જ નહીં પરંતુ ત્યાંના વિકાસને લઈને ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લીધા.

તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન પૂર્વોત્તરના એક પણ વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવ્યો નથી. પરંતુ મોદી સરકારે માત્ર ભારત રત્ન જ નહીં, પરંતુ અહીંના લોકોને અનેક પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. તમને નફરતના બીજ વાવવાની આદત છે. તમારે રાજકીય લાભ ઉઠાવવો છે. તમારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે માછલી પાણી વિના પીડાઈ રહી છે, તમે પણ સત્તા વગર પીડાઈ રહ્યા છો. તમે કંઈ પણ બોલો છો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
g clip-path="url(#clip0_868_265)">