Anupam Kher Meets PM Modi: ધ કાશ્મીર ફાઈલ બ્લોકબસ્ટર થયા બાદ PM મોદીને મળ્યા અનુપમ ખેર, આપ્યા ‘માતાના આશીર્વાદ’

અનુપમ ખેરની (Anupam Kher) ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા છે. આ ફિલ્મની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે.

Anupam Kher Meets PM Modi: ધ કાશ્મીર ફાઈલ બ્લોકબસ્ટર થયા બાદ PM મોદીને મળ્યા અનુપમ ખેર, આપ્યા 'માતાના આશીર્વાદ'
anupam kher meets prime minister narendra modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:21 PM

અનુપમ ખેર ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) મળ્યા હતા. તેણે આ મીટિંગના ફોટોગ્રાફ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેયર કર્યા છે. આ તસવીરોમાં અનુપમ ખેર તેમની માતા દુલારી દ્વારા આપવામાં આવેલી પીએમ મોદીને રૂદ્રાક્ષની માળા અર્પણ કરી રહ્યા છે. જેને મોદી પણ  સ્વીકારી રહ્યા છે. અનુપમ ખેરે તેના કેપ્શનમાં લખ્યું છે કે-આ નાની રુદ્રાક્ષની માળા આ પીએમને તેમની માતા દુલારીએ ખાસ કરીને પીએમ માટે આપી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, તમે દિવસ-રાત દેશની સેવામાં લાગેલા છો. તમને મળીને આનંદ થયો. અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે (The Kashmir Files) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે.

અનુપમ ખેરની પોસ્ટ અહીં જુઓ…

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

વડાપ્રધાનની મહેનતની પ્રશંસા

અનુપમ ખેરે પીએમ માટે જે મેસેજ લખ્યો છે. સેલિબ્રિટીઝ પણ તેને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ નીના ગુપ્તાએ પોતાના મેસેજ પર વાહ લખ્યું છે તો લગભગ એક લાખ લોકોએ આ મેસેજને લાઈક કર્યો છે. અનુપમ ખેરે લખ્યું, “આદરણીય વડાપ્રધાન @narendramodi જી. આજે તમને મળીને મન અને આત્મા બંને પ્રસન્ન થયા. તમે દેશવાસીઓ માટે જે કાર્ય અને મહેનત દિવસ-રાત કરી રહ્યા છો. તે માટે તમને ધન્યવાદ કહેવાનો મોકો મળ્યો અને જે આદર સાથે તમે તમારી રક્ષા માટે મારી માતા દ્વારા રુદ્રાક્ષની માળા સ્વીકારી, તે અમે અને દુલારીજી હંમેશા યાદ રાખીશું. ભગવાન હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે અને આપણા બધાને આવી જ શક્તિ આપતા રહે! જય હિન્દ!

કાશ્મીર ફાઈલ્સ બની હતી બ્લોકબસ્ટર

કાશ્મીર ફાઈલ્સ OTT પ્લેટફોર્મ Zee5 પર 29મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. 25 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 250 કરોડનો બિઝનેસ કર્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ કાશ્મીરમાં પંડિતોને રાતો-રાત મારીને ભગાવ્યા હતા. આમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે મસ્જિદોના લાઉડસ્પીકર પર જાહેરાત કરીને કાશ્મીર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારપછી જે હિંસા પંડિતો સાથે પોતાનો ક્રૂર તાંડવ બતાવે છે, આજે પણ લોકો તેને ફિલ્મમાં જોઈને સિનેમાઘરોમાં રડે છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આ માટે તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ઘણા રાજકીય પક્ષોએ પણ આ ફિલ્મને લઈને આકરી પ્રતિક્રિયા આપી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Sabarkantha: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માનવતા દર્શાવી

આ પણ વાંચો: Mann Ki Baat:’ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ઈકોનોમીનો હિસ્સો બની ગયા, દરરોજ 20 હજાર કરોડ ટ્રાન્ઝેક્શન’, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

g clip-path="url(#clip0_868_265)">