Sabarkantha: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માનવતા દર્શાવી

પોલીસ ચુંટણી હોય કે અન્ય બંદોબસ્ત વૃધ્ધો અને દિવ્યાંગોને મદદ કરવામાં આગળ રહી છે અને તેવા દૃશ્યો પણ અવાર નવાર જોવા મળ્યા છે. રવિવારે પણ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન પણ માનવતાના દૃશ્યો જોવા મળ્યા હતા.

Sabarkantha: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માનવતા દર્શાવી
Sabarkantha Police એ બંદોબસ્તની ફરજ વચ્ચે માનવતા દર્શાવી
Follow Us:
| Updated on: Apr 24, 2022 | 1:39 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આજે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સ્પર્ધાત્મક પરીક્ષા લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. બિન સચિવાલય કલાર્ક અને વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેને લઈને ચુસ્ત આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે ઉચ્ચ અધિકારીઓ પણ પરીક્ષા સંચાલનની દેખરેખ માટે રાજ્ય કક્ષાએથી જિલ્લામાં ફાળવાયા હતા. પરીક્ષા દરમિયાન લોખંડી સુરક્ષા પુરી પાડી રહેલ સાબરકાંઠા (Sabarkantha Police) પોલીસની માનવતાના દર્શન પણ થયા હતા. અનેક ઠેકાણે પોલીસ પરીક્ષાર્થીઓની મદદ કરતી નજર આવી રહી હતી. તો દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પણ પોલીસે માનવતાના ધોરણે પોતાના વાહન મારફતે પરીક્ષા કેન્દ્રના ખંડ સુધી પહોંચતા કર્યા હતા.

હિંમતનગર શહેરમાં પણ આવુ જ દૃશ્ય જોવા મળ્યુ હતુ. શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એવી જોષી અને તેમની ટીમ પરીક્ષા કેન્દ્રો પર નજર રાખી રહી હતી એ દરમિયાન તેમની નજરે એક દિવ્યાંગ આવ્યો હતો. શહેરના ટાવરચોક વિસ્તારમાંથી પસાર થતા આ દિવ્યાંગના હાથમાં પરીક્ષાનુ સાહિત્ય હોવાનુ નજર આવતા જ તેમને પરીક્ષાર્થી હોવાનુ જણાયુ હતુ. જેથી તેઓએ તુરતજ દિવ્યાંગને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતો કરવા માટે વ્યવસ્થા હાથ ધરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગરમીમાં રસ્તો ધખધખી રહ્યો છે અને એવામાં બંને હાથના ટેકા વડે બંને પગ થી દિવ્યાંગ પરીક્ષાર્થી પરીક્ષા આપવા આશાઓ સાથે જઈ રહ્યો હતો. આ જોઈને પીએસઆઈ જોષી અને તેમના સ્ટાફે તેને વર્ગખંડ સુધી યોગ્ય રીતે પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી. એક મોપેડ પોલીસ કર્મીનુ મંગાવીને તુરત દિવ્યાંગ પરીક્ષાર્થીને તેની પર બેસાડી હિંમત હાઇસ્કૂલમાં આવેલ પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં તેને પોલીસ કર્મીઓએ પહોંચતો કરી તેના ખંડમાં બેસાડ્યો હતો. સાથે જ તેને પરીક્ષા પહેલા માનસીક શાંતી મળી રહે એ માટે પાણીની વ્યસ્થા કરવા ઉપરાંત તેની આશા અને ઉત્સાહને વધારતી પ્રેરણા આપતી શાબાશી પણ પોલીસ જવાનો અને અધિકારીએ આપ્યા હતા.

132 પરીક્ષા કેન્દ્રો પર જિલ્લામાં પરીક્ષા યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડર ઝોન ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવામાં આવી છે. જિલ્લામાં ૧૩૨ કેન્દ્રો પર ૧૫૩૬ બ્લોકમાં પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીસીટીવી કેમેરાની વ્યસ્થા ગોઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ૪૬૦૭૦ ઉમેદવાર પરીક્ષા આપનાર હતા. હિંમતનગર ઝોન માં ૭૦ કેન્દ્રો પર ૮૦૫ બ્લોકમા ૨૪૧૫૦ ઉમેદવારો અને ઇડર ઝોનમાં ૬૨ કેન્દ્રો પર ૭૩૧ બ્લોક માં ૨૧૯૨૦ ઉમેદવારો પરીક્ષા આપનાર હતા.

આ પણ વાંચો : Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">