મનીષ સિસોદિયા સામે વધુ એક મુશ્કેલી, આસામની કોર્ટે હાજર થવા કર્યો હુકમ

દિલ્લીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. આસામની કોર્ટે મનીષ સિસોદિયાને 29 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા છે.

મનીષ સિસોદિયા સામે વધુ એક મુશ્કેલી, આસામની કોર્ટે હાજર થવા કર્યો હુકમ
Manish Sisodia, Deputy Chief Minister, Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:37 PM

દિલ્લીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. કામરૂપની CJM કોર્ટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં (Defamation cases) મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું છે. તેમને 29 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ) સીજેએમ કોર્ટમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે સરમાની પત્નીની કંપની પાસેથી માર્કેટ રેટ કરતાં વધુ કિંમતે PPE કિટ ખરીદી હતી. તેમણે દાવો કર્યો હતો કે આસામ સરકારે અન્ય કંપનીઓ પાસેથી 600 રૂપિયાના દરે PPE કિટ ખરીદી હતી, જ્યારે સરમાએ તેમની પત્ની અને પુત્રની માલિકીની કંપનીને PPE કિટ માટે 990 રૂપિયા ચૂકવ્યા હતા. મનીષ સિસોદિયાએ 4 જૂને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ આરોપો લગાવ્યા હતા.

આસામના મુખ્યપ્રધાન પહેલા તેમની પત્ની રિંકી ભુઈયા સરમાએ પણ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગૌહાટી કામરૂપ સિવિલ જજની કોર્ટમાં માનહાનિનો સિવિલ કેસ દાખલ કરતી વખતે તેણે નુકસાની તરીકે 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. રિંકી ભૂંયા અને હિમંતા બિસ્વા સરમાએ સિસોદિયાના આરોપોને નકારી કાઢ્યા અને તેમને ખોટા ગણાવ્યા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

એક પછી એક મુશ્કેલી

સિસોદિયા વિરુદ્ધ આ સમન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ દિલ્લીમાં દારૂની એકસાઈઝ નીતિથી ઘેરાયેલા છે. સિસોદિયા, જેમની પાસે શિક્ષણની સાથે એક્સાઇઝ વિભાગ પણ છે, તેઓ CBI તપાસનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ સીબીઆઈએ તેમના ઘરે પણ દરોડા પાડ્યા છે. જો કે મનીષ સિસોદિયાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપ આવા આરોપો લગાવી રહી છે. જો કે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ભાજપના એક નેતાએ તેમને ફોન કરીને આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં જોડાઈ જવા કહ્યું હતું. જો મનીષ સિસોદીયા ભાજપમાં જોડાઈ જાય તો તેમની સામે સીબીઆઈ અને ઈડી દ્વારા જે કોઈ તપાસ કરવામાં આવે છે તે બંધ કરી દેવાશે તેમ દાવો કર્યો હતો.

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">