AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી મોટી ચૂક, રોડ શો દરમિયાન પીએમની ગાડી પર મહિલાએ ફેક્યો ફોન, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાહન પર એક મહિલાએ મોબાઈલ ફોન ફેંક્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે PM મોદી 10 મેના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ખાસ ડિઝાઇન કરાયેલા વાહન પર રોડ શો કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર તે મહિલા ભાજપની જ કાર્યકર્તા હોવાની જાણકારી મળી રહી છે.

PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી મોટી ચૂક, રોડ શો દરમિયાન પીએમની ગાડી પર મહિલાએ ફેક્યો ફોન, જુઓ VIDEO
mobile phone thrown at PM car during roadshow see VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 8:21 AM
Share

કર્ણાટકના મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન, PMની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. અહીં ચૂંટણી પ્રચાર માટે PM મોદીના ખાસ તૈયાર કરાયેલા વાહન તરફ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. બીજી તરફ, પોલીસે કહ્યું કે, તેઓને તે વ્યક્તિ મળી ગઈ છે. જેણે PMના વાહન પર ફોન ફેંક્યો હતો, પરંતુ તેની પાછળ તેનો ‘કોઈ ખરાબ ઈરાદો’ નહોતો.

પીએમની સુરક્ષામાં મોટી ચૂક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાહન પર એક મહિલાએ મોબાઈલ ફોન ફેંક્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે PM મોદી 10 મેની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ખાસ ડિઝાઇન કરાયેલા વાહન પર રોડ શો કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર તે મહિલા ભાજપની જ કાર્યકર્તા હોવાની જાણકારી મળી રહી છે. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા પીએમના આગમનમાં ફુલોથી વધાવીને સ્વાગત કરી રહી હતી ત્યારે તે ફુલના બદલે ઉત્સાહમાં આવીને ભૂલથી ફોન ફેકી દે છે.

પીએમ પર ફેક્યો ફોન

ફેંકાયેલો મોબાઈલ ફોન વાહનના બોનેટ પર પડ્યો હતો. વડાપ્રધાને તેમની સાથે હાજર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ના અધિકારીઓને વાહન પર પડતી વસ્તુ અંગે સંકેત આપ્યો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે પીટીઆઈને જણાવ્યું કે, “વડાપ્રધાન એસપીજીના રક્ષણ હેઠળ હતા. મહિલા જેનો ફોન પીએમના વાહન પર પડ્યો હતો તે બીજેપીની જ કાર્યકર છે. એસપીજીના જવાનોએ તેને પાછળથી પરત કરી દીધી હતી. .

” હાથમાં ફુલના બદલામાં તેમણે ઉત્સાહમાં આવીને હાથમાં રહેલ ફોનને ફેંકી દીધો હતો અને તેનો કોઈ ખોટો ઈરાદો નહોતો.આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી, મૈસૂર-કોડાગુના સાંસદ પ્રતાપ સિમ્હા અને ભૂતપૂર્વ મંત્રીઓ કેએસ ઈશ્વરપ્પા અને એસએ રામદોસ સાથે, રસ્તાની બંને બાજુએ એકઠા થયેલા મોટી સંખ્યામાં લોકોને હાથ હલાવી રહ્યા હતા.

‘ઉત્સાહ’માં મહિલા કાર્યકરે કરી મોટી ભૂલ

પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ની એક મહિલા કાર્યકર રોડ શો દરમિયાન ‘ઉત્સાહ’માં પોતાનો ફોન ગુમાવી બેઠી હતી. તેણે કોઈ દ્વેષથી આવું કર્યું નથી. ફોન કારના બોનેટ પર પડ્યો હતો. જો કે, વડા પ્રધાને તેની નોંધ લીધી અને સાથેના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અધિકારીઓને આ વાંધો દર્શાવ્યો.

આ દરમિયાન, રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો અને બીજેપી સમર્થકો રસ્તાની બંને બાજુ એકઠા થયા હતા. પીએમ મોદી ખાસ ડિઝાઈન કરેલા વાહન પર હતા. આ દરમિયાન લોકોએ રસ્તામાં તેમના પર ફૂલોની વર્ષા કરી અને સમર્થનમાં ભાજપના ઝંડા લહેરાવ્યા. આ સાથે જ પીએમ મોદીએ પણ હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">