AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા, જ્યા સંબોધન દરમ્યાન તેમને કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 4:15 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે તેમની રાજ્યની છઠ્ઠી મુલાકાત છે. રવિવારે કર્ણાટક પહોંચ્યા બાદ તેમણે મંડ્યામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. આ પછી જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનાથી ક્યારેય ફરક પડ્યો નથી.

આ પણ વાચો: Karnataka: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંડ્યામાં ભવ્ય રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી

પીએમ મોદીએ કહ્યું કે, જે કોંગ્રેસીઓ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ નથી જાણતા કે દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યા છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે.

તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે અમે તમારા પ્રેમનું વળતર વ્યાજ સાથે અને ઝડપથી વિકાસ કરીને આપીએ. આ પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે કર્ણાટકમાં લોંચ કરવામાં આવી રહેલા અત્યાધુનિક રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક વિકાસને મજબૂત કરશે.

પીએમ મોદીએ બે મહાપુરુષોને કર્યા યાદ

પીએમ મોદીએ કહ્યું, આજે મૈસૂર-કુશલનગર 4 લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો, આ તમામ પ્રોજેક્ટ વિકાસના માર્ગને નવી દિશા આપશે. આ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને લગતી ચર્ચા થાય છે ત્યારે હંમેશા બે મહાન વ્યક્તિઓના નામ સામે આવે છે. કૃષ્ણ રાજા વાડિયાર અને સર એમ. વિશ્વેશ્વરાય. આ પ્રદેશે આ બંને મહાપુરુષો ભારતને આપ્યા છે.

કર્ણાટક ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટથી બદલાઈ રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું, આવી મહાન હસ્તીઓથી પ્રેરિત થઈને આજે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. આજે કર્ણાટક ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટથી બદલાઈ રહ્યું છે. દેશ બદલાઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સુવિધા જ નથી લાવતુ, પરંતુ રોજગાર, રોકાણ અને કમાણીનું સાધન પણ લાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે, બેંગ્લોર અને મૈસૂર બંને કર્ણાટકના મહત્વપૂર્ણ શહેરો છે, એકને ટેક્નોલોજી અને બીજાને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, બંને આધુનિક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી મુસાફરો બે શહેરો વચ્ચે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હતા, પરંતુ હવે આ એક્સપ્રેસ વે માત્ર એક કલાકમાં આ બન્ને શહેર વચ્ચેનું અંતર કાપશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">