Lok Sabha: મણિપુર મુદ્દે લોકસભામાં અમિત શાહનું નિવેદન, કહ્યું- અમે તૈયાર છીએ, વિપક્ષ કેમ નથી કરી રહ્યો ચર્ચા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં કહ્યું કે, હું વિપક્ષના તમામ સભ્યોને વિનંતી કરું છું, સરકાર અને વિપક્ષના સભ્યોએ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચાની માગ કરી છે. હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું, વિપક્ષ શા માટે ચર્ચા કરવા નથી માંગતો. મારી અપીલ છે કે ચર્ચા થવી જોઈએ.
મણિપુર મુદ્દે (Manipur Violence) વિપક્ષ સંસદમાં હંગામો મચાવી રહ્યો છે અને સોમવારે પણ સંસદના બંને ગૃહોમાં કામકાજ થઈ શક્યું નહોતું. વિરોધ પક્ષોની માગ છે કે પીએમ મોદીએ મણિપુર મુદ્દે ગૃહમાં નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) લોકસભામાં નિવેદન આપ્યું હતું અને વિપક્ષને ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી હતી.
હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં કહ્યું કે, હું વિપક્ષના તમામ સભ્યોને વિનંતી કરું છું, સરકાર અને વિપક્ષના સભ્યોએ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચાની માગ કરી છે. હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું, વિપક્ષ શા માટે ચર્ચા કરવા નથી માંગતો. મારી અપીલ છે કે ચર્ચા થવી જોઈએ અને સત્ય સમગ્ર દેશ સમક્ષ જાહેર થાય, તે ખૂબ જ જરૂરી છે.
#WATCH | I am ready for discussion on this in the House. I request the Opposition to let a discussion take place on this issue. It is important that the country gets to know the truth on this sensitive matter: Union Home Minister Amit Shah on the Manipur issue, in Lok Sabha pic.twitter.com/GalcO32XUR
— ANI (@ANI) July 24, 2023
પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી
મણિપુરમાં બે મહિલાઓનો રોડ પર નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફેરવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જેના પર હંગામો થયો હતો. 4 મેની આ ઘટનાનો વીડિયો જુલાઈમાં વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. વિપક્ષ આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યો છે, પરંતુ જ્યારથી ચોમાસુ સત્ર શરૂ થયું છે ત્યારથી વિપક્ષનો હોબાળો ચાલી રહ્યો છે.
અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં નિવેદન આપતાં વિપક્ષને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી હતી. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ પોતે જ ચર્ચા થવા દેવા માંગતો નથી, તેથી તેઓ વારંવાર હંગામો મચાવી રહ્યા છે. રાજનાથ બાદ હવે અમિત શાહે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું છે અને ચર્ચા ન કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : Breaking News: AAP સાંસદ સંજય સિંહ સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, મણિપુર મુદ્દે સંસદમાં હંગામો
સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ મણિપુર મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રની શરૂઆત પહેલા ગૃહની બહાર નિવેદન આપ્યું હતું અને મણિપુરની ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ રાજ્ય સરકારોને આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.