Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: પીલીભીતમાં અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યુ હતુ વચન

UP Vidhan Sabha Election 2022 અમિત શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ શીખોના બલિદાનને સન્માન આપવાનું કામ કર્યું છે.

UP Election 2022: પીલીભીતમાં અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યુ હતુ વચન
Home Minister Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 3:51 PM

ભારતીય જનતા પાર્ટીના (BJP) ચાણક્ય ગણાતા ગૃહપ્રધાન અમિત શાહે  (Amit Shah) ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીલીભીતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ તેમજ સપાના નેતાઓ ઉપર વાકપ્રહાર કર્યા હતા, તેમણે પીલીભીતના (Pilibhit) તમામ ભાજપના ઉમેદવારોની તરફેણમાં સભાને સંબોધિત કરી હતી. પીલીભીતમાં 23 ફેબ્રુઆરીએ મતદાન થશે.

અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આતંકવાદીઓની સાથે છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં આતંકવાદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. તેમણે જનતાને પૂછ્યું કે શું વોટના લોભમાં આતંકવાદીઓને સમર્થન કરનારાઓએ વોટ આપવો જોઈએ ખરો ? અમિત શાહે કહ્યું કે સપા અને કોંગ્રેસે આતંકવાદ સામેની લડાઈ નબળી પાડી છે. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ દેશ અને દુનિયામાં આતંકવાદ ફેલાવનારાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. પ્રિયંકા ગાંધી કહે છે કે આતંકવાદ એક નિરર્થક વસ્તુ છે. તેને રોકવો અર્થહીન છે. તેમના નેતા સલમાન ખુર્શીદ કહે છે કે, અમદાવાદ બ્લાસ્ટમાં પકડાયેલા લોકો નિર્દોષ છે.

અમિત શાહે કહ્યું કે પીલીભીતના લોકોએ ત્રણ તબક્કાનું પરિણામ જાણવુ જોઈએ. આમાં સપા અને બસપા બન્ને સાફ થઈ ગયા છે. કોંગ્રેસ તો દૂરબીનથી જોતા પણ કયાય દેખાતી નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, યુવાનો માટે પાંચ વર્ષ જે કામ કર્યું છે તેના કારણે ત્રણ તબક્કામાં ભાજપની લહેર પ્રસરી છે. સાતમા તબક્કા સુધીમાં તો ભાજપ તરફી આ લહેર સુનામીમાં ફેરવાઈ જશે.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે રાજા મોરધ્વજની પવિત્ર ભૂમિ પર હું તમારું સ્વાગત કરું છું. પીએમ નરેન્દ્ર મોદીએ શીખોના બલિદાનને સન્માન આપવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે જ્યારે મોદીજી વડાપ્રધાન બનવા માટે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર ગરીબ, પછાત અને દલિત લોકોની સરકાર છે. અમે તેને આગળ લઈ જવા માટે કામ કરીએ છીએ. સપા, બસપા કે કોંગ્રેસે ક્યારેય પણ ગરીબોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડ્યા નથી. ભાજપ સરકારે ગેસ સિલિન્ડર, શૌચાલય, આવાસ, વીજળી આપીને ગરીબોને માન આપ્યું છે. તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવાનું કામ ભાજપ કરી રહી છે. તમારા ઘરોમાં 24 કલાક વીજળી છે. સપા સરકારમાં ક્યારેય 24 કલાક વીજળી નહોતી. અમે સ્વાસ્થ્ય ખર્ચમાં 5 લાખ રૂપિયા સુધીનો વધારો કરીને 15 કરોડ ગરીબોને રાહત આપી છે.

આ પણ વાંચોઃ

Karnataka : હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના કાર્યકર્તાની હત્યાથી રાજકારણ ગરમાયુ, કલમ 144 લગાવાઈ, શાળા-કોલેજ બંધ

આ પણ વાંચોઃ

શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">