Karnataka : હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના કાર્યકર્તાની હત્યાથી રાજકારણ ગરમાયુ, કલમ 144 લગાવાઈ, શાળા-કોલેજ બંધ

કર્ણાટક: બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શિવમોગામાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર સેલ્વમણિ આરએ કહ્યું કે આ વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે. એકંદરે સ્થિતિ શાંતિપૂર્ણ છે.

Karnataka : હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના કાર્યકર્તાની હત્યાથી રાજકારણ ગરમાયુ, કલમ 144 લગાવાઈ, શાળા-કોલેજ બંધ
Bajrang Dal Activist murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 3:04 PM

કર્ણાટકના (Karnataka) શિવમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની (Bajrang Dal Activist) નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ફેલાયેલા ભય વચ્ચે સમગ્ર વિસ્તારની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. શાંતિ જાળવી રાખવા માટે વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરની શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.

કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે (Congress president DK Shivakumar) પણ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે સંબંધિત કોઈપણ અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની નિંદા કરે છે, અમે ઈચ્છીએ છીએ કે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. બીજેપી નેતા અને ગ્રામીણ વિકાસ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ (KS Eshwarappa) કહ્યું છે કે બજરંગદળના કાર્યકરની હત્યા મુસ્લિમ ગુંડાઓએ કરી છે.

તેમની ટિપ્પણી અંગે ડીકે શિવકુમારે કહ્યું, ‘ઈશ્વરપ્પા પાગલ માણસ છે, તે વાહિયાત વાતો કરે છે. તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ અને ભાજપે તેમને બરતરફ કરવા જોઈએ. દેશમાં કોઈ તેને માફ કરી શકે નહીં. ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને બદલે ભગવો ધ્વજ લગાવવો જોઈએ. આવા નિવેદન બાદ પણ ખબર નહીં કેમભાજપ ચૂપ છે ?

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએઃ સિદ્ધારમૈયા

કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે રવિવારે રાત્રે શિવમોગ જિલ્લામાં બજરંગ દળના 23 વર્ષના કાર્યકરની હત્યામાં મુસ્લિમ ગુંડાઓ સામેલ હતા. તેમણે કોંગ્રેસના ડીકે શિવકુમાર પર “મુસ્લિમ ગુંડાઓને ઉશ્કેરવાનો” આરોપ લગાવ્યો. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટના પર ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રના રાજીનામાની માંગ કરી હતી. તેણે કહ્યું, ‘હું આ હત્યાની નિંદા કરું છું. કોંગ્રેસ અહિંસામાં માને છે. ગુનેગારોને તાત્કાલિક સજા થવી જોઈએ.

આ પણ વાંચોઃ

Airthings Masters: 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે ધમાકો કર્યો, વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો

આ પણ વાંચોઃ

Pushpa Movie: ‘પુષ્પા ધ રાઇઝ’ને 2022માં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો ‘ફિલ્મ ઓફ ધ યર’નો એવોર્ડ

g clip-path="url(#clip0_868_265)">