અમિત શાહે સંસદની બહાર કહ્યું- નહેરુના ચીન માટેના પ્રેમને લઈને ભારતને મોટુ નુકસાન, રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી લીધા નાણાં
નાણાકીય વર્ષ 2005-06 અને 2006-07માં ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ તરફથી રૂપિયા 1.35 કરોડનું દાન મળ્યું હતું. આ FCRA કાયદા અનુસાર ન હતું. આ કારણોસર, રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલ અથડામણને લઈને વિપક્ષે આજે હોબાળો મચાવીને સંસદની કાર્યવાહી રોકી દીધી હતી. ત્યાર બાદ સંસદની બહાર આવેલ ગૃહપ્રધાન અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, પ્રશ્નકાળ ના ચાલવા દેવા બદલ વિપક્ષની નિંદા કરુ છુ. સંરક્ષણ પ્રધાન સંસદમાં નિવેદન આપવાના છે ત્યારે આ પ્રકારે પ્રશ્નકાળ દરમિયાન હોબાળો મચાવીને કાર્યવાહીને અટકાવવી યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે, મેં પ્રશ્નકાળની યાદી જોઈ ત્યારે મને પણ થોડું આશ્ચર્ય થયું. યાદીમાં પ્રશ્ન નંબર 5 રાજીવ ગાંધી ફાઉન્ડેશનના FCRA રદ કરવા અંગેનો હતો. આ વાંચીને હું કોંગ્રેસની ચિંતા સમજી ગયો. આ સવાલ ખુદ કોંગ્રેસના એક સભ્યએ સંસદમાં પૂછ્યો હતો.
અમિત શાહે એમ પણ કહ્યું કે, જો મને ગૃહના ફ્લોર પર આ પ્રશ્નનો જવાબ આપવાની તક આપવામાં આવે તો મેં પણ આવુ જ કહ્યું હોત. નાણાકીય વર્ષ 2005-06 અને 2006-07માં ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ તરફથી રૂપિયા 1.35 કરોડનું દાન મળ્યું હતું. આ FCRA કાયદા અનુસાર ન હતું. આ કારણોસર, રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે, વિદેશથી દાન મેળવવા માટેના સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાઓ બાદ જ ગૃહ મંત્રાલયે પહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને નોટિસ આપી હતી અને ત્યારબાદ તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.
આ તબક્કે ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસને પ્રશ્ન પુછતા કહ્યું કે, શું ચીની દૂતાવાસ પાસેથી મળેલી રકમનો ઉપયોગ ભારત-ચીન સંબંધો પર સંશોધન માટે કરવામાં આવ્યો હતો કે નહી ? 1962માં ભારતની હજારો એકર જમીન પર ચીને કબજો મેળવી લીધો તે બાબત કોંગ્રેસે કરેલા સંશોધનમાં સમાવેશ કર્યો છે કે નહી ? જો આ અંગે કોંગ્રેસ દ્વારા કોઈ સંશોધન કરવામાં આવ્યું હોય તો તેનો અહેવાલ શું હતો તેમા શુ ઉલ્લેખ કરાયો છે ? તે દેશની જનતાને જણાવે.
પંડિત જવાહરલાલ નહેરુના ચીન પ્રત્યેના પ્રેમને કારણે જ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળી શક્યુ નથી. આ વિષયને પણ કોંગ્રેસે પોતાના સંશોધનનો ભાગ બનાવ્યો છે કે નહી અને જો તેમ કર્યું તો તેનું પરિણામ શું આવ્યું ? તે પણ કોંગ્રેસે જાહેર કરવું જોઈએ.
જે સમયે આપણી ગૌરવશાળી સેનાના બહાદુર સૈનિકો, લદ્દાખના ગાલવાન ખીણમાં ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે ટક્કર લઈ રહ્યા હતા, તે સમયે ચીની એમ્બેસીના અધિકારીઓને કોણ ડિનર આપી રહ્યું હતું,