ભારતના સૈન્ય જવાનોએ તવાંગ સેકટરમા ચીનના અતિક્રમણને રોક્યુ- સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું નિવેદન

સંસદમાં રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, આ અથડામણને લઈને બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફ્લેમ મીટીગ પણ યોજાઈ હતી અને સરહદ પર કાયમ શાંતિ જાળવી રાખવા માટે સહમતી સધાઈ હતી. આ અથડામણ મુદ્દે રાજનીતિક રીતે પણ ઉઠાવવામાં આવી છે.

ભારતના સૈન્ય જવાનોએ તવાંગ સેકટરમા ચીનના અતિક્રમણને રોક્યુ- સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું નિવેદન
Rajnath Singh, Parliament Image Credit source: sansad tv
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 12:50 PM

ચીનના સૈન્ય જવાનોએ તવાંગમાં ધૂસણખોરી કરીને એલઓસીની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દ્રઢતાથી સામનો કર્યો હતો. આ દરમિયાન બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ભારતના એક પણ સૈન્ય જવાનનું મૃત્યુ થયુ નથી.

રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, આ અથડામણને લઈને બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફ્લેમ મીટીગ પણ યોજાઈ હતી અને સરહદ પર કાયમ શાંતિ જાળવી રાખવા માટે સહમતી સધાઈ હતી. આ અથડામણ મુદ્દે રાજનીતિક રીતે પણ ઉઠાવવામાં આવી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, તમામ સ્થિતિને પહોચી વળવા માટે ભારતીય સૈન્ય સજ્જ છે. ભારતીય સૈન્યની ક્ષમતા અને શૌર્યને ભારત બિરદાવે છે. અભિનંદન પાઠવે છે.

રાજનાથ સિંહે કહ્યુ-PLAએ સરહદે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો

તવાંગમાં અથડામણ પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતુ કે, ગત 9 ડિસેમ્બર 2022ના રોજ, ચીનના PLA (Peoples Liberation Army) તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં LAC પર ધૂસણખોરી કરીને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ, ચીનના સૈન્યનો દૃઢ નિશ્ચય સાથે સામનો કર્યો હતો. જેમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને મારામારી પણ થઈ હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક પીએલએને આપણા પ્રદેશ પર અતિક્રમણ કરતા અટકાવ્યા છે. સાથોસાથ ચીનના પિપલ્સ લિબરેશન આર્મીને તેમની સરહદમાં પર પાછા ફરવા મજબૂર કર્યા. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જો કે આપણા એક પણ સૈન્ય જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી થયા કે નથી કોઈ આપણા જવાન શહીદ થયા.

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે. વધુ સમાચાર જાણવા અહી ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">