Jammu Kashmir: અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી, આતંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવા પર ભાર મૂક્યો

અમિત શાહે કહ્યું હતું કે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા સરહદ પારથી શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવા અને આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા સુરક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવી જોઈએ.

Jammu Kashmir: અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી, આતંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવા પર ભાર મૂક્યો
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 9:32 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) શનિવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારો, 2018માં 417 આતંકવાદી ઘટનાઓ ઘટીને 2021માં 229 થવાની અને 2018માં માર્યા ગયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા 91થી ઘટાડીને 2021માં 42 કરવાની પ્રશંસા કરી હતી. અમિત શાહે આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય ઓપરેશન પર ભાર મૂક્યો હતો અને તેમને સુરક્ષિત આશ્રયસ્થાન અથવા નાણાકીય સહાયનો ઇનકાર કર્યો હતો.

તેમણે સુરક્ષા દળો અને પોલીસને અસરકારક એન્ટી-ટેરરિસ્ટ ઓપરેશન્સ અને જેલોમાંથી આતંકવાદીઓની દેખરેખની પ્રવૃત્તિઓ માટે વાસ્તવિક સમય આધારિત સંકલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ નાર્કો આતંકવાદને રોકવા માટે જમ્મુ અને કાશ્મીરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને વધુ મજબૂત બનાવવાનો આદેશ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા સરહદ પારથી શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવા અને આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા સુરક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવી જોઈએ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગૃહમંત્રી અમિત શાહે CRPFના વખાણ કર્યા

કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ, નક્સલવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદી દળો સામેની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળની પ્રશંસા કરતી વખતે, અમિત શાહે શનિવારે અર્ધલશ્કરી દળને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું. અમિત શાહ મૌલાના આઝાદ સ્ટેડિયમમાં CRPFના 83માં સ્થાપના દિવસ પર એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે દિલ્હી-એનસીઆર સ્થિત CRPFના મુખ્યાલયની બહાર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહે CRPF ડે પરેડમાં કહ્યું હતું કે CRPF માત્ર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ નથી પરંતુ દેશનું દરેક બાળક તેની બહાદુરી અને હિંમત માટે તેને પ્રેમ કરે છે. જ્યારે પણ દેશમાં ક્યાંય રમખાણો થાય છે ત્યારે CRPFની તૈનાતી લોકોને સંતોષ આપે છે. તેમણે કહ્યું કે દેશની સૌથી મોટી અર્ધલશ્કરી દળ CRPFને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તે તેના જવાનોના બલિદાન અને સમર્પણને કારણે છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા જયરામ રમેશ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ભડક્યા, કહ્યું- ફિલ્મ નફરતને ઉશ્કેરે છે

આ પણ વાંચો : જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

g clip-path="url(#clip0_868_265)">