AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ વડાઓ સાથે મુલાકાત બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આતંકવાદ અને ઘૂસણખોરી સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

અમિત શાહે સોમવારે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સાથેની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં નાગરિકોની હત્યા સહિત સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પોલીસ વડાઓ સાથે મુલાકાત બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આતંકવાદ અને ઘૂસણખોરી સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
Narendra Modi- Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 12:58 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્યના પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સાથે બેઠક બાદ આજે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે મુલાકાત કરી છે. અમિત શાહ પીએમ મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં સુરક્ષા, જમ્મુ-કાશ્મીર અને આતંકવાદ પર વાતચીત થઈ રહી છે.

પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક દેશભરના પોલીસ વડાઓ સાથેની બેઠક બાદ થઈ રહી છે. અમિત શાહે સોમવારે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સાથેની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં નાગરિકોની હત્યા સહિત સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શાહે અહીં ગુપ્તચર બ્યુરો (IB) મુખ્યાલયમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ’ના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી અને આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી.

સોમવારે યોજાયેલી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) ના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની ચર્ચા કરવામાં આવી હતી અને તેનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં દેશની સુરક્ષા સ્થિતિ અને કાશ્મીરમાં નાગરિકોને નિશાન બનાવવાની તાજેતરની ઘટનાઓ સહિત વિવિધ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જમ્મુ -કાશ્મીરમાં રેલી કરશે અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 24 ઓક્ટોબરે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરશે. ગૃહમંત્રીની આ રેલી બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ્દ કર્યા બાદ પ્રથમ રેલી હશે. તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અને બહારના લોકોની હત્યાના કેસો વચ્ચે અમિત શાહની રેલીને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રેલીની માહિતી ભાજપના જમ્મુ -કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આપી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી 24 ઓક્ટોબરે જમ્મુમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહ 23 થી 25 ઓક્ટોબર દરમિયાન જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાત કેન્દ્ર સરકારના મહાસંપર્ક કાર્યક્રમનો એક ભાગ છે જેમાં 70 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન શાહ કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્રના દૂરના વિસ્તારોની મુલાકાત લેશે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર, પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા પર ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પણ ભાગ લેશે. કેટલાક કેન્દ્રીય પ્રધાનો પહેલાથી જ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લઈ ચૂક્યા છે અને અન્ય ઘણાની મુલાકાતો પ્રસ્તાવિત છે. શાહ 30 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.

આ પણ વાંચો : દિવાળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, તહેવાર પહેલા સામાન્ય લોકોને મળશે તેનો લાભ

આ પણ વાંચો : Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">