BJP Jammu Kashmir : ભારતના ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં જમ્મૂ કશ્મીરમાં છે. કાલે બુધવારે તેમના ત્રણ દિવસીય પ્રવાસનો છેલ્લો દિવસ છે.આજે તેમણે કટરા માં માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કર્યા. તેમણે રાજૌરીમાં સભાને સંબોધિત પણ કરી હતી. ત્યારબાદ તેઓ શ્રીનગર પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)કાલે બુધવારે જમ્મૂ કશ્મીરના બારામૂલામાં એક સભાને સંબોધિત કરશે. સાથે રાજ્યની સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક પણ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ કેન્દ્ર શાસિત પ્રદેશના વિભિન્ન વિભાગોમાં કામ કરતા મજૂરોને નિયમિત કરવાની જાહેરાત કરી શકે છે.
શાહ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ત્યાના રાજ્યપાલ મનોજ સિન્હા, વરિષ્ઠ પોલીસ અધિકારી અને સીએપીએફ સહિત જાસુસી એજન્સીના અધિકારીઓ હાજર રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કશ્મીર ઘાટીમાં ગેર-સ્થાનીક લોકો પર થતા હુમલા પર ચર્ચા થશે. સાથે શાહ શ્રીનગરમાં વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે. સાંજે તેઓ દિલ્હી પાછા જશે, અમિત શાહના પ્રવાસ દરમિયાન જમ્મુ-કશ્મીરની સુરક્ષા વધારવામાં આવી છે.
અમિત શાહના પ્રવાસ દરમિયાન રાજ્યમાં બહુસ્તરીત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે. દરેક હલચલ પર પોલી અને અર્ધસૈનિક દળના જવાનો નજર રાખી રહ્યા છે. શ્રીનગર-બારામૂલા રાજમાર્ગની પર પણ તપાસ થઈ રહી છે.કાલેની સભા સ્થળની પણ કડક તપાસ થઈ રહી છે. જમ્મૂ-કશ્મીર ભાજપના નેતાઓ અનુસાર, કાલે અમિત શાહ બારામૂલામાં ઐતિહાસિક રેલી કરશે. આ કશ્મીરના ઈતિહાસની સૌથી મોટી રેલી હશે.
અમિત શાહે આજે મંગળવારે જાહેરાત કરી હતી કે, ન્યાયમૂર્તિ શર્માના આયોગની સૂચના અનુસાર, જમ્મૂ કશ્મીરમાં ગુર્જર, બકરવાલ, પહાડી સમુદાયને આરક્ષણનો લાભ આપવામાં આવશે. ત્યાર બાદ હવે અમિત શાહ કાલની સભામાં મજૂરોને નિયમિત સરકારી નોકરી આપવાની જાહેરાત કરી શકે છે. તેવી આશા સેવાઈ રહી છે.
અમિત શાહે જમ્મૂ-કશ્મીર પ્રવાસની શરુઆત સોમવારે કરી હતી. પહેલા દિવસે તેમણે પ્રતિનિધિ મંડળો સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ આજે રાજભવનમાં રાત્રિ વિશ્રામ કરશે. ઉપરાજ્યપાપલ મનોજ સિન્હા એ તેમના માટે ડિનરનું આયોજન કર્યુ હતુ. કાલે બપોરે તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમની બુધવારે બારામૂલામાં સભા હોવાથી સુરક્ષા માટે બારામૂલા-બડગામ વચ્ચેની ટ્રેન સેવા સ્થગિત રાખવામાં આવી છે.