AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું,આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે.

Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ
Union Home Minister Amit Shah visit to Jammu KashmirImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 3:40 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહે મંગળવારે માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી રાજૌરી પહોંચ્યા અને જનસભાને સંબોધિત કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું, આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે. અમિત શાહે પહાડી અને ગુર્જર બકરવાલને પણ અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું- મહાભારત કાળની આ પહાડીઓ ભારતની સરહદોની મજબૂત રક્ષક છે. જ્યારે પણ દેશ સંકટમાં હતો ત્યારે પહાડી અને ગુર્જર બકરવાલ ખડકની જેમ ઉભા હતા. તમે ભારતની સુરક્ષાનું અભેદ્ય દ્વાર બનાવ્યું છે અને હવે આખો દેશ તેના દ્વારા સલામત રીતે સૂઈ રહ્યો છે. શાહે લેફ્ટનન્ટ ગવર્નરને મહારાજા હરિ સિંહની જન્મજયંતિ પર રજા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વીર બંદા બહાદુરને પણ યાદ કર્યા. રાજૌરી તેમની જ જમીન છે.

ત્રણ પરિવારોએ જ જમ્મુ-કાશ્મીર પર 70 વર્ષ સુધી શાસન કર્યું

તેમણે કહ્યું, ‘J&Kમાં 70 વર્ષ સુધી ત્રણ પરિવારોનું શાસન હતું, લોકશાહી તેમના પરિવારોમાં જ બંધાઈ હતી. શું તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો છે ? ત્રણ પરિવારોએ માત્ર પેઢીઓ સુધી શાસન કરવા માટે લોકશાહી, જમ્હૂરિયતનો અર્થ કાઢી નાખ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકારે સૌપ્રથમ પંચાયત ચૂંટણી કરાવી

અમિત શાહે કહ્યું કે, ‘દેશમાં સરકાર બદલાઈ, નરેન્દ્ર મોદીજી 2014થી વડાપ્રધાન બન્યા, પછી મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ પંચાયતની ચૂંટણી કરાવી. પહેલા જે માત્ર ત્રણ પરિવાર સાથે હતું, આજે જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર લોકોનું પંચાયતસ્તરે શાસન આવી ગયું છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1.62 કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

ગૃહમંત્રીએ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1 કરોડ 62 લાખ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા છે. 4766 આતંકવાદી ઘટનાઓ, કલમ 370 નાબૂદ થયા પહેલાના આંકડા છે. 2019 થી 2022 સુધી 721 આતંકવાદી ઘટનાઓ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોના હાથમાંથી પથ્થર લઈને લેપટોપ આપવાનું કામ કર્યું છે.

ઘાટીમાંથી પણ કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની શકે છે

તેમણે કહ્યું, “આઝાદીથી લઈને 2019 સુધી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં 15,000 કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું હતું. 2019 થી અત્યાર સુધીના માત્ર ત્રણ વર્ષમાં સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં 56 હજાર કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનો સંપૂર્ણ વિકાસ ઈચ્છે છે. ઘાટીમાંથી કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ બની શકે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">