Amarnath Yatra 2022: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષા વચ્ચે જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી, યાત્રા આવતીકાલથી શરૂ થશે

બે વર્ષ બાદ 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા (Amarnath yatra 2022) માટે શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચવાનું શરૂ કરી દીધું છે. બુધવારે વહેલી સવારે જમ્મુ બેઝ કેમ્પ પહેલા બેચને પહેલગામ અને બાલતાલ માટે રવાના કરવામાં આવી હતી.

Amarnath Yatra 2022: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષા વચ્ચે જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી, યાત્રા આવતીકાલથી શરૂ થશે
Lt Governor Manoj Sinha flagged off the first batch of Amarnath pilgrims from Jammu amid security
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 7:36 AM

Amarnath Yatra 2022: બે વર્ષ બાદ 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે શ્રદ્ધાળુઓ જમ્મુ (jammu)પહોંચવા લાગ્યા છે. મંગળવારે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચ્યા હતા. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા(Lieutenant Governor Manoj Sinha)એ જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાળુ(Amarnath Pilgrims) ઓની પ્રથમ ટુકડી યાત્રા માટે રવાના કરી હતી. આ દરમિયાન ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. બુધવારે વહેલી સવારે જમ્મુ બેઝકેમ્પથી પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથના બેઝ કેમ્પ પહેલગામ અને બાલતાલ પહોંચશે. 

આ વખતે અમરનાથ યાત્રાને લઈને પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોના વાયરસના ચેપને કારણે બે વર્ષથી આ યાત્રા બંધ હતી. 11 ઓગસ્ટ સુધી લગભગ 43 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા માટે પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુથી અમરનાથ ગુફા સુધી મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) તીર્થયાત્રાના સુચારૂ સંચાલનની ખાતરી કરવા માટે તમામ અવરોધો દૂર કરી રહ્યું છે. 

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

સેંકડો પ્રખર ભક્તો બમ-બમ ભોલે, જય બાબા બર્ફાની જેવા અનેક જયઘોષ સાથે આતંકવાદી ધમકીઓના ભય છતાં મંગળવારે અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગરમાં બેઝ કેમ્પ પહોંચ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે, મોટાભાગના તીર્થયાત્રીઓ બુધવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત પવિત્ર ગુફા માટે તેમની યાત્રા શરૂ કરશે. જો કે બુધવારે વહેલી સવારે જમ્મુથી પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે. 

સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે

કોવિડ મહામારીને કારણે બે વર્ષના અંતરાલ બાદ અમરનાથ યાત્રા થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ શહેરમાં 5,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓની તૈનાત વચ્ચે બેઝ કેમ્પ, આવાસ અને નોંધણી અને ટોકન કેન્દ્રોની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લખનૌથી આવેલા 12-સભ્યોના જૂથના સભ્ય વિનયે શ્રેષ્ઠ સંભવિત વ્યવસ્થા કરવા બદલ અધિકારીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેમને ભગવાન શિવ અને સુરક્ષા દળોમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. 

સોમવારે પણ લેફ્ટનન્ટ ગવર્નરે બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી

પરંપરાગત ડબલ રૂટ પર આ યાત્રા 30 જૂનથી શરૂ થશે. એક માર્ગ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં 48 કિલોમીટર લાંબો નુનવાન છે. બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. સોમવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અહીં બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને અમરનાથ યાત્રાની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે યાત્રાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો એલર્ટ પર છે. સિંહાએ એમ પણ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશના લોકોું સ્વાગત કરવા આતુર છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">