Amarnath Yatra 2022: 2 વર્ષ બાદ ખુલશે બાબા બર્ફાનીના દ્વાર, આ દિવસથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન
Amarnath Yatra 2022: CEO નીતિશ્વર કુમારે જણાવ્યું હતું કે “યાત્રા માટે રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી J&K બેંક, PNB બેંક, યસ બેંકની 446 શાખાઓ અને SBI બેંકની દેશભરની 100 શાખાઓમાં શરૂ થશે.
અમરનાથ યાત્રા 2022 (Amarnath Yatra 2022) માટે નોંધણી પ્રક્રિયા 11 એપ્રિલથી શરૂ થશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના (Shri Amarnathji Shrine Board) સીઈઓ નીતીશ્વર કુમારે આ માહિતી આપી છે. નીતીશ્વર કુમારે (Nitishwar Kumar)કહ્યું કે કોવિડ-19 મહામારીને (Covid-19 Pandemic) કારણે બે વર્ષથી બંધ કરાયેલી વાર્ષિક અમરનાથ યાત્રા 2022 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. બાબા બર્ફાનીની આ યાત્રા 11 ઓગસ્ટે પૂરી થશે. કુમારે એ પણ જણાવ્યું કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન (Amarnath Yatra registration) આ મહિને 11 એપ્રિલથી શરૂ થશે.
બોર્ડના અધિકારીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ‘અમરનાથ યાત્રા 2022 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 11 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. યાત્રાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યાત્રી નિવાસમાં 3,000 શ્રદ્ધાળુઓની બેઠક ક્ષમતા છે. બોર્ડની અપેક્ષા છે કે આ વર્ષે સરેરાશ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના મંદિરે દર્શન કરશે.
યાત્રાળુઓ માટે વીમા કવચ વધારવામાં આવ્યું
CEO નીતિશ્વર કુમારે જણાવ્યું હતું કે “યાત્રા માટે રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી J&K બેંક, PNB બેંક, યસ બેંકની 446 શાખાઓ અને SBI બેંકની દેશભરની 100 શાખાઓમાં શરૂ થશે. અમે ત્રણ લાખથી વધુ યાત્રાળુઓ આવવાની આશા રાખીએ છીએ. રામબન ખાતે યાત્રી નિવાસ બનાવવામાં આવ્યો છે, જેમાં 3,000 શ્રદ્ધાળુઓ બેસી શકે છે. ટટ્ટુ ચલાવતા લોકો માટે વીમા કવરેજનો સમયગાળો વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે. તે જ સમયે આ વર્ષે તીર્થયાત્રીઓ માટે વીમા કવચ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.
અમરનાથ યાત્રા 2022 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ?
બાબા બર્ફાનીના દર્શનના પ્રવાસીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. આ માટે તેઓએ સત્તાવાર વેબસાઈટ https://jksasb.nic.in/ પર જવું પડશે. અહીં પહોંચવા પર તેઓએ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અમરનાથ યાત્રા ઓનલાઈન રજીસ્ટ્રેશન એ એક સરળ પ્રક્રિયા છે અને નોંધણી માટે નીચેની બાબતો જરૂરી છે અને તેઓએ આવા કેટલાક ફોર્મ ભરવાના રહેશે.
- યાત્રી પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. જેમાં હેલ્થ સર્ટિફિકેટ અને ફોટોગ્રાફ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ દસ્તાવેજો સ્કેન કરેલા હોવા જોઈએ.
- નોંધણી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- OTP દ્વારા તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરો.
- એકવાર એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી યાત્રીને કર્ન્ફમનો મેસેજ આવશે.
- અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- આગળની પ્રક્રિયામાં ટ્રાવેલ પરમિટને ડાઉનલોડ કરો.
આ પણ વાંચો: Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1109 લોકો કોરોનાથી સંક્રમિત, સક્રિય કેસમાં ક્રમશ ઘટાડો
આ પણ વાંચો: NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે શશી થરૂરનો વીડિયો વાયરલ, થરૂરે કહ્યું ‘કૂછ તો લોગ કહેંગે……..’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-