AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે શશી થરૂરનો વીડિયો વાયરલ, થરૂરે કહ્યું ‘કૂછ તો લોગ કહેંગે……..’

Shashi Tharoor on Viral Video: કોંગ્રેસના નેતા શશિ થરૂરે (Shashi Tharoor) પોતાના વાયરલ વીડિયો અંગે ટ્વીટ કર્યું છે અને સમજાવ્યું છે કે તેઓ સુપ્રિયા સુલેના (Supriya Sule) શબ્દોને આટલી ધ્યાનથી કેમ સાંભળી રહ્યા હતા.

NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે શશી થરૂરનો વીડિયો વાયરલ, થરૂરે કહ્યું 'કૂછ તો લોગ કહેંગે........'
Shashi Tharoor Video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 11:21 AM
Share

લોકસભામાં(Loksabha)  કોંગ્રેસના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને NCP નેતા સુપ્રિયા સુલેનો (Supriya Sule) વીડિયો વાયરલ થયા બાદ મીમ્સનો વરસાદ શરૂ થયો હતો. વીડિયોમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા બોલતા જોઈ શકાય છે. તે જ સમયે શશિ થરૂર અને સુપ્રિયા સુલે પણ સતત વાત કરતા જોવા મળ્યા હતા. થરૂર સુલેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. વીડિયોના (Viral Video)  બેકગ્રાઉન્ડમાં કોઈએ ફિલ્મ પુષ્પાનું ગીત ‘તેરી ઝલક શર્ફી’ શેર કર્યું છે. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. હવે થરૂરે આ મામલે ટ્વિટ કર્યું છે.

શશિ થરૂરે આ મામલે ટ્વિટ કર્યું

આ સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે સુપ્રિયા સુલે અને તેઓ કોઈ પ્રશ્ન પર વાત કરી રહ્યા હતા, કારણ કે લોકસભામાં ભાષણ માટે આગળનો નંબર સુલેનો હતો. તે સમયે ફારુક અબ્દુલ્લા બોલતા હોવાથી તેઓ તેમને ખલેલ પહોંચાડવા માંગતા ન હતા, તેથી તેઓ નમીને સુલેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સુલેને ટ્વિટર (Twitter) પર ટેગ કરીને થરૂરે હિન્દી ફિલ્મના ગીતના શબ્દો શેર કર્યા. તેણે લખ્યું છે કે, ‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના….’

થરૂર પહેલા પણ ચર્ચામાં રહ્યા છે

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ઘણીવાર સોશિયલ મીડિયા(Social Media)  પર અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહેતા હતા. મહિલા સાંસદો સાથેની તેમની એક તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતુ, ‘કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક જગ્યા નથી ?’ થરૂરે બાદમાં કહ્યું કે, તેમણે કાર્યસ્થળ પર સંવાદિતા બતાવવા માટે આ લખ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી ઓમર અબ્દુલ્લાની પૂછપરછ, કેન્દ્રીય એજન્સીના દુરપયોગનો કરાયો આક્ષેપ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">