BBC Documentary Controversy: AMUમાં ‘અલ્લાહ-હુ-અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના લાગ્યા નારા, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

શુક્રવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ AMU વિદ્યાર્થી અને NCC કેડેટને પ્રજાસત્તાક દિવસના અવસર પર ઇસ્લામિક સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા તેમને ફરી યુનિવર્સિટીમાં લેવાની માગ કરી હતી.

BBC Documentary Controversy: AMUમાં 'અલ્લાહ-હુ-અકબર' અને 'નારા-એ-તકબીર'ના લાગ્યા નારા, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
AMUમાં અલ્લાહ હુ અકબર અને નારા એ તકબીરના લાગ્યા નારાImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 1:57 PM

શુક્રવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)ના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ગણતંત્ર દિવસના અવસર પર ઇસ્લામિક સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન દરમિયાન ‘નારા-એ-તકબીર અને અલ્લાહ-હુ-અકબર જેવા ઇસ્લામિક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને 26 જાન્યુઆરીએ AMU વિદ્યાર્થીઓ સામે જાહેર કરાયેલા સસ્પેન્શન ઓર્ડરને રદ કરવાની માગ કરી હતી.

અહેવાલો મુજબ વિદ્યાર્થીઓએ શુક્રવારની નમાઝ પછી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું કહેવાય છે. તેઓએ એએમયુના પ્રોક્ટરને લેખિત મેમોરેન્ડમ સુપ્રત કર્યું અને માગ કરી કે સસ્પેન્ડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી પરત લેવામા આવે, મેમોરેન્ડમમાં વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને ન્યાયી ઠેરવવામાં આવી હતી જેના પર કેન્દ્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોસ્ટરો બહારના લોકોએ લગાવ્યા હતા

તેમણે અગાઉ કહ્યું હતું કે, કેમ્પસમાં બીબીસી ડોક્યુમેન્ટરીના પોસ્ટરો એએમયુના વિદ્યાર્થીઓએ નહીં પણ બહારના લોકોએ લગાવ્યા હતા. ગઈકાલે એવું જાણવા મળ્યું હતું કે AMU કેમ્પસની દિવાલો પર QR કોડવાળા ઘણા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. QR કોડ વિદ્યાર્થીઓને તેમના મોબાઇલ ફોન પર સ્કેનીંગ પર પ્રતિબંધિત BBC ડોક્યુમેન્ટ્રી જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાચો: ભૂખમરી-ગરીબી સંભાળી નથી શકતાને કાશ્મીર જોઈએ છે, પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર

પોસ્ટરો હટાવવાના આદેશો

અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે AMU પ્રોક્ટરે ઘટનાની સંજ્ઞાન લેતા પોસ્ટરો હટાવવાના આદેશો જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે પોસ્ટરો બહારના લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને AMUનો કોઈ વિદ્યાર્થીઓનો તેમા સમાવેશ થતો નથી. જો કે, શુક્રવારે, એએમયુના વિદ્યાર્થીઓએ પોતે મેમોરેન્ડમ સબમિટ કર્યું જેમાં તેઓ બીબીસી ડોક્યુમેન્ટરીના વખાણ અને ન્યાયી ઠરવી હતી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

તમને જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસ પર AMU કેમ્પસમાં NCC કેડેટ્સ દ્વારા આયોજિત ગણતંત્ર દિવસ કાર્યક્રમની સમાપ્તિ પછી, ‘એએમયુ ઝિંદાબાદ, નારા-એ-તકબીર અલ્લાહ હુ અકબર’ જેવા વિવાદાસ્પદ નારા લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જેને AMU દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપના નેતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું અને અલીગઢ પોલીસ અને એસએસપીને ટેગ કર્યા હતા. આ પછી વ્યવસ્થા એક્શનમાં આવી અને ઉતાવળમાં આરોપી વિદ્યાર્થી વાહીદ ઉજ્જમાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.

g clip-path="url(#clip0_868_265)">