સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) આવતીકાલે એટલે કે 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક (all party meeting) બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા શનિવારે પણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla) તમામ પક્ષોને ગૃહમાં શાંતિ અને ગરિમા જાળવવા માટે આહ્વાન કર્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રને લઈને વિરોધ પક્ષો સાથે ચર્ચા કરશે. શનિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે સંસદના કામકાજની સૂચિ અનુસાર, ગૃહોમાં 14 પેન્ડિંગ બિલ અને 24 નવા બિલ સામેલ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને માહિતી આપી હતી કે સત્ર દરમિયાન કુલ 18 બેઠકો યોજાશે અને તેનો કુલ સમયગાળો 108 કલાકનો રહેશે. જેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે. જ્યારે બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્ય કલાક અને બિન-સરકારી કામકાજ માટે ફાળવવામાં આવશે.
18 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા શનિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે સત્રમાં અગ્નિપથ યોજના અને ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી છે. જ્યારે, મોટાભાગના વિરોધ પક્ષો શનિવારે બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી અને ડીએમકે તરફથી ટીઆર બાલુએ બેઠકમાં હાજરી આપી હતી. YSR કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી અને અપના દળ (S) ના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.