I.N.D.I.A ગઠબંધનથી માયાવતીને દૂર રાખી ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યા અખિલેશ ? કોને ફાયદો-કોને નુકસાન- વાંચો
INDIA ગઠબંધનમાં સામેલ થવા પર અખીલેશ યાદવ અને જયંત ચૌધરીએ વીટો લગાવી દીધો છે. પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓ પણ માયાવતીને ગઠબંધનમાં સામેલ કરવાના પક્ષમાં છે. આજે અમે આપને આંકડા દ્વારા સમજાવશુ કે જો માયાવતી ગઠબંધનમાં સામેલ નથી થતા તો તેનાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે.

વર્ષ 2024ના રણ પહેલા INDIA ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. જેનુ કારણ છે બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી. સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે સ્પષ્ટ કરી દીધુ છે કે જો બસપા ગઠબંધનમાં સામેલ થશે તો તેઓ અલગ થવાનુ પસંદ કરશે. સપા આરએલડીના કડક વલણ બાદ કોંગ્રેસે પણ સ્પષ્ટ કર્યુ છે કે બસપાને ગઠબંધનમાં લાવવાનો તકોઈ પ્લાન નથી. જો કે દબાયેલા સૂરમાં એ પણ કહેવાઈ રહ્યુ છે કે માયાવતી આના પર શું નિર્ણય લેશે તેની પણ જોવાનુ રહેશે. હાલ તો યુપીમાં INDIA નો મતલબ કોંગ્રેસ-સપા- આરએલડી જ રહેવાનો છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે બસપાની એન્ટ્રી રોકવા માટે અખિલેશ યાદવે કડક વલણ અપનાવ્યુ છે. કારણ કે જો માયાવતી ગઠબંધનમાં આવે છે તો અખીલેશને લાગે છે કે તેમનુ મહત્વ ઓછુ થઈ જશે. આરએલડી પણ સમજે છે કે જો બસપા આવી ગઈ તો પશ્ચિમી યુપીની અનેક સીટો પર દાવેદારી કરશે. જેના પર છેલ્લા કેટલાય મહિનાથી જયંત ચૌધરીની સમગ્ર ટીમ તૈયારી કરી રહી છે. પરંતુ જો આંકડા પર નજર કરવામાં આવે તો બસપાનુ સામેલ ન થવુ INDIA ગઠબંધનને ડેમેજ કરી શકે છે.
વોટોની વહેંચણીથી ડરી રહી છે કોંગ્રેસ
ગઠબંધનમાં બસપાને સામેલ ન કરવાનું નિવેદન આપી કોંગ્રેસે હાલ વિવાદ પર ઠંડુ પાણી તો રેડી દીધુ છે પરંતુ આ પૂર્ણવિરામ નથી કારણ કે અમુક કોંગ્રેસી નેતા હજુ પણ બસપાના પક્ષમાં છે. જેની પાછળ સૌથી મોટુ કારણ મુસ્લિમ વોટ છે. જો બસપા અને સપા અલગ અલગ ચૂંટણી લડે છે તો પશ્ચિમ યુપી અને પૂર્વી યુપીના અનેક મુસ્લિમ બહુમતી ધરાવતી સીટો પર વોટ વહેંચાઈ શકે છે. જેવુ 2014માં થયુ હતુ. 2014માં સપા અને બસપા બંને મુસ્લિમ બહુમતીવાળી સીટો હારી ગઈ હતી.
2014 અને 2022માં નુકસાન
2014ની જેમ 2022ની ચૂ્ંટણીમાં બસપાએ અનેક મુસ્લિમ બહુમતી ધરાવતી સીટો પર સપાને ડેમેજ કરી હતી. જેમા નકુડ બેઠક પર બસપાના સાહિલ ખાનને 55 હજાર મત મળ્યા હતા અને આ બેઠક પર સપાને માત્ર 315 મત મળ્યા હતા. પશ્ચિમ અને પૂર્વી યુપીમાં એવા અનેક ઉદાહરણ છે જ્યાં 2019માં જ્યારે બસપા અને સપા સાથે મળીને લડે છે તો મુસ્લિમ બાહુલ્ય ધરાવતી બેઠકો જેવી કે સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, ગાજીપુર, આઝમગઢ પર જીત મેળવી હતી.
બસપા વિના મુસ્લિમ બહુમતીવાળી સીટો જીતી શકશે અખિલેશ ?
2014 અને 2022ના ચૂંટણી પરિણામો જણાવે છે કે અખિલેશ, બસપાને ગઠબંધનમાં સામેલ ન કરવાની જીદ પોતાનુ જ નુકસાન કરાવી શકે છે. 2014ની ચૂંટણીની જેમ જ સપાને રામપુર, મુરાદાબાદ, સંભલ જેવી બેઠકો પર પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યાં 2019ની ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત નોંધાવી છે. માત્ર પશ્ચિમી યુપી જ નહીં પૂર્વી યુપીની સીટો જેવી કે આઝમગઢ, જૌનપુર, ગાજીપુરમાં સપા માટે મુશ્કેલી થઈ શકે છે.
2019નુ પૂનરાવર્તન કેમ નથી કરવા માગતા અખીલેશ ?
યુપીની રાજનીતિ માટે 2019ની ચૂંટણી એક ઐતિહાસિક તક હતી કારણ કે બે એકબીજાની ઘોર વિરોધી પાર્ટી સપા અને બસપા એક મંચ પર આવી હતી. બંને 80થી વધુ સીટો પર મળીને ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં સપાને ના તો ફાયદો થયો કે ના તો નુકસાન પરંતુ બસપાને ઘણા ફાયદો થયો હતો. તે સીધી 0 થી 10 સીટો પર પહોંચી ગઈ હતી. 2019ની ચૂંટણીમાં બસપાને 19.43 ટકા વોટ મળ્યા હતા.
જે 2014ની સરખામણીએ બસપાના વોટ શેરમાં કોઈ જાજો તફાવત જોવા ન મળ્યો પરંતુ સપાના વોટ શેરમાં 4 ટકા જેટલો ઘટાડો થયો. આ જ કારણે અખીલેશને ડર સતાવી રહ્યો છે કે જો માયાવતી ગઠબંધનનો હિસ્સો બને છે કો 2019ની જેમ વોટ શેર અને સીટો બંનેનો વધુ ફાયદો બસપાને થઈ શકે છે. જેના કારણે ગઠબંધનમાં તેનુ મહત્વ ઘણુ વધુ જશે અને તેની અસર 2027ની વિધાનસભા ચૂંટણીઓ પર પણ પડી શકે છે.
કોંગ્રેસ માટે શા માટે જરૂરી છે બસપા ?
અખીલેશ ભલે પોતાનુ મહત્વ ઓછુ થઈ જવાના જોખમને પારખી જઈ બસપાથી કિનારો કરી રહ્યા હોય પરંતુ કોંગ્રેસનો એક મોટો વર્ગ આજે પણ બસપાને INDIA માં જોવા માગે છે. તેની પાછળનું કારણ માયાવતીનો અનેક પ્રદેશોમાં જનાધાર છે. કોંગ્રેસના નેતાઓનું માનીએ તો જો બસપા ગઠબંધનનો હિસ્સો બને છે તો માત્ર યુપી નહીં પરંતુ પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભાજપને મોટી ટક્કર આપી શકે છે.
એટલે કે બસપાનો એ રાજ્યોમા મોટો જનાધાર છે જ્યા કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. સાથે જ કોંગ્રેસ માની રહી છે કે બસપાના આવવાથી યુપીમાં મુસ્લિમ વોટોની વહેંચણી નહીં થાય અને દલિતોનો એક મોટો વર્ગ INDIA માં આવી જશે. પરંતુ કોંગ્રેસ સામે સમસ્યા એ છે કે માયાવતી હજુ કોઈને પણ ઘાસ નથી નાખી રહી ત્યારે કોંગ્રેસની સામે સપાની સાથે રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હાલ તો નથી.
વેટ એન્ડ વોચની સ્થિતિમાં બસપા
સપાના વલણ બાદ કોંગ્રેસે ભલે બસપાથી અંતર જાળવ્યુ હોય પરંતુ અત્યારે તમામ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. માયાવતીનું આજનું નિવેદન પણ એ તરફ જ ઈશારો કરી રહ્યુ છે. માયાવતીએ આજે જણાવ્યુ કે વિપક્ષમાં જે પાર્ટી સામેલ નથી તેના વિશે ટીકા ટિપ્પણી કરવી પણ યોગ્ય નથી કારણે કે ક્યારે કોની જરૂર પડી જાય એ કોઈને ખબર નથી. જેનો અર્થ એવો થયો કે માયાવતી ચૂંટમીની તારીખો અને બનતા બગડતા સમીકરણોને ધ્યાને રાખી નિર્ણય કરવાના મતમાં છે.
આ પણ વાંચો: ખરગે પીએમ ફેસ, પટનામાં પહેલી રેલી, સીટ શેરીંગની ડેડલાઈન નક્કી, જાણો ? INDIA એલાયન્સની બેઠકની 10 મોટી વાતો
કુલ મળીને જોઈએ તો બસપા INDIAનો હિસ્સો ન બનવાનુ નુકસાન કોંગેસ અને સપાને પણ એટલુ જ છે જેટલુ બસપાને થતુ દેખાઈ રહ્યુ છે. અને હાલ ફાયદામાં તો બીજેપી જ લાગી રહી છે. જો અલગ અલગ એજન્સીના સર્વેમાં પણ 80 માંથી 70 થી વધુ સીટો જીતતી દેખાઈ રહી છે.
