AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ, મુંબઈથી લંડન જઈ રહેલ Air Indiaનું વિમાન અડધે રસ્તેથી પાછું ફર્યું !

મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ અધવચ્ચે જ પરત ફરી રહી છે. વિમાન શા માટે પરત ફરી રહ્યું છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ, મુંબઈથી લંડન જઈ રહેલ Air Indiaનું વિમાન અડધે રસ્તેથી પાછું ફર્યું !
air india flight
| Updated on: Jun 13, 2025 | 9:53 AM
Share

મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રસ્તા વચ્ચેથી પરત ફરી રહી હોવાના અહેવાલ છે. Flightradar24 અનુસાર, આજે સવારે મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-129 મુંબઈ પરત ફરી હતી.

આ ફ્લાઈટ રસ્તા વચ્ચેથી કેમ પરત ફરી રહી છે તેની કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ગુરુવારે ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે આજે એર ઈન્ડિયાની આ ફ્લાઈટની સાથે અન્ય 16 ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી છે.

આ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ

  1. AI130 – લંડન હીથ્રો-મુંબઈ – વિયેના ડાયવર્ટ કરાઈ
  2. AI102 – ન્યૂ યોર્ક-દિલ્હી – શારજાહ ડાયવર્ટ કરાઈ
  3. AI116 – ન્યૂ યોર્ક-મુંબઈ – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  4. AI2018 – લંડન હીથ્રો-દિલ્હી – મુંબઈ ડાયવર્ટ કરાઈ
  5. AI129 – મુંબઈ-લંડન હીથ્રો – મુંબઈ પાછી આવી
  6. AI119 – મુંબઈ-ન્યૂ યોર્ક – મુંબઈ પાછી આવી
  7. AI103 – દિલ્હી-વોશિંગ્ટન – દિલ્હી પાછી આવી
  8. AI106 – નેવાર્ક-દિલ્હી – દિલ્હી પાછી આવી
  9. AI188 – વાનકુવર-દિલ્હી – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  10. AI101 – દિલ્હી-ન્યૂ યોર્ક – ફ્રેન્કફર્ટ/મિલાન ડાયવર્ટ કરાઈ
  11. AI126 – શિકાગો-દિલ્હી – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  12. AI132 – લંડન હીથ્રો-બેંગલુરુ – શારજાહ ડાયવર્ટ કરાઈ
  13. AI2016 – લંડન હીથ્રો-દિલ્હી – વિયેના ડાયવર્ટ કરાઈ
  14. AI104 – વોશિંગ્ટન-દિલ્હી – વિયેના ડાયવર્ટ કરાઈ
  15. AI190 – ટોરોન્ટો-દિલ્હી – ડાયવર્ટ કરાઈ ફ્રેન્કફર્ટ
  16. AI189 – દિલ્હી-ટોરોન્ટો – દિલ્હી પરત ફરી

એર ઇન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમના રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત

તમને જણાવી દઈએ કે ગુરુવારે, એર ઇન્ડિયાએ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મેઘનાની નગરમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. બોઇંગ 787 ડ્રીમલાઇનર (AI171) કુલ 242 લોકો સાથે લંડન જઈ રહ્યું હતું. આ વિમાન લગભગ 11 વર્ષ જૂનું હતું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો જ્યારે વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા. તે જ સમયે, મેડિકલ કોલેજ કેમ્પસમાં જ્યાં આ વિમાન ક્રેશ થયું ત્યાં ઘણી તબાહી થઈ હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">