જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ
હાલ AI ની જે નવી ટેકનોલોજી આવી છે તેને બનાવવા પાછળ માણસના કામને સરળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સમગ્ર માનવ જાત માટે તેને એક સુરક્ષા કવચ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ઢાલ જ એટલી શક્તિશાળી થઈ ગઈ છે કે તે હવે માનવ જાત માટે જ સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ વાતો કોઈ સાયન્સ ફિક્શન મુવીની પટકથા જેવી લાગે છે પરંતુ આ આજના સમયની હકીકત બની ચુકી છે. AI હવે તેને અપાતા કમાન્ડને અનુસરવાને બદલે ખુદના કમાન્ડ લઈ રહ્યુ છે. તાજેતરમાં જ એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમા AI એ કમાન્ડ મળ્યા વિના કેટલાક સોફ્ટવેર કે વેબસાઈટને તેમણે હેક કરી લીધા હતા. ત્યારે AI ડેવલપ કરનારી અને તેના પર કામ કરનારી દિગ્ગજ કંપનીના CEO ની પણ ચિંતા બન્યુ છે. તાજેતરમાં જ આ ટેક કંપનીના CEO એ ભવિષ્યમાં AI ના જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. AI બનાવનારા કંપનીના દિગ્ગજો જણાવી રહ્યા છે કે AI માનવજાતિ માટે સૌથી ખતરો છે.

UN સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં ક્લાઉડ (Claude) AI બનાવનારી કંપની એન્થ્રોપિકના CEO ડેરિયો એમોડેઇ (Dario Amodei) ચેટ જીપીટી બનાવનારી કંપની Open AI ના CEO સેમ ઓલ્ટમેન અને AI એજન્ટને ટ્રેનિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ મોડલ્સ માટેના સૌથી લોકપ્રિય ઓપન-સોર્સ પ્લેટફોર્મ Hugging Face ના કો-ફાઉન્ડર અને CEO ક્લેમેન્ટ ડેલાંગ પહોંચ્યા હતા. આ ત્રણેય ટેક મહારથીઓ જેઓ ખુદ AI માટે કામ કરે છે, તેમણે UN સિક્યોરિટી કાઉન્સિલના સદસ્યોને AI ના વિકાસ પર વૈશ્વિક નિયમ- કાયદા બનાવવાની અપીલ કરી અને આવનારા જોખમો અંગે આશંકા વ્યક્ત કરી છે. આ ત્રણેય ટેક મહારથીઓએ પોતપોતાની રીતેAIની બેલગામ વિકાસની દોડથી વિશ્વ પર આવનારા જોખમો અંગે જાગૃત કર્યા. સેમ ઓલ્ટમેનની ચિંતા? ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર AI થી હાલ બે પ્રકારના જોખમ રહેલા છે. જેમા પહેલુ જોખમ છે કે AI પરથી માણસનું નિયંત્રણ ખતમ થઈ રહ્યુ...
