AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રણ રાજ્યમાં જીત બાદ, 2024માં વિજય વાવટા ફરકાવવા મોદી-નડ્ડા, રાજનાથ-ગડકરી, અમિત શાહે કરી તૈયારી, સાંસદોને આપ્યો જીતનો નવો મંત્ર

પાંચ રાજ્યોના તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હારને 2024ની લોકસભા ચૂંટણી માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે હવે હિન્દી પટ્ટાના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે.

ત્રણ રાજ્યમાં જીત બાદ, 2024માં વિજય વાવટા ફરકાવવા મોદી-નડ્ડા, રાજનાથ-ગડકરી, અમિત શાહે કરી તૈયારી, સાંસદોને આપ્યો જીતનો નવો મંત્ર
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ, ભાજપ સંસદીય પક્ષની યોજાઈ બેઠકImage Credit source: PTI
| Updated on: Dec 07, 2023 | 5:49 PM
Share

સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારે બહુમત સાથે જીત નોંધાવી છે, તો મિઝોરમ અને તેલંગાણામાં આપણી તાકાત અનેકગણી વધી છે. આ કાર્યકરોની સામૂહિક જીત છે. ટીમ વર્કથી આપણે રાજ્યો જીત્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવી જોઈએ. તમામ સાંસદોએ વિકસિત ભારતની યાત્રામાં જોડાવું જોઈએ. ત્રણ રાજ્યોમાં જીત એ આખી ટીમની જીત છે. અગાઉ ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ભાજપના સંસદીય પક્ષની આ બેઠક આવા સમયે થઈ રહી છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પસંદગી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ પર ચર્ચા થઈ શકે છે. આ માટે આ રાજ્યોના વરિષ્ઠ નેતાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિધિયા પણ આજે સવારે દિલ્હી પહોંચી ગયા હતા.

સંસદીય દળની બેઠકમાં પક્ષના તમામ લોકસભા અને રાજ્યસભા સભ્યો ભાગ લે છે. આ મીટિંગ સામાન્ય રીતે જ્યારે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે દર અઠવાડિયે યોજાતી રહે છે. સામાન્ય રીતે આવી બેઠકમાં મોદી સહિત પાર્ટીના નેતાઓ સંસદમાં એજન્ડા અને પાર્ટીના સંગઠનાત્મક અને રાજકીય અભિયાનો સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોટી જીત બાદ ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. પાર્ટીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મજબૂત જનાદેશ મળ્યો છે. આનાથી માત્ર તેમના વિરોધ પક્ષો જ નહીં પરંતુ કેટલાક એવા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા જેમણે આ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભરી લડાઈની આગાહી કરી હતી.

પાંચ રાજ્યોના તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હારને 2024ની લોકસભા ચૂંટણી માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે હવે હિન્દી પટ્ટાના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે. મધ્યપ્રદેશમાં લગભગ 20 વર્ષથી ભાજપ સત્તામાં છે અને તેણે આ વખતની ચૂંટણીમાં 163 બેઠકો સાથે મજબૂત જનાદેશ મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે છે. ભાજપને રાજસ્થાનમાં 115 અને છત્તીસગઢમાં 54 બેઠકો મળી છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">