Monkeypox: કેરળ, દિલ્હી બાદ હવે બિહારમાં મંકીપોક્સની દસ્તક! પટનામાં શંકાસ્પદ કેસ સામે આવ્યો
રાજધાની પટનામાં એક મહિલામાં મંકીપોક્સ (Monekeypox) વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હવે સેમ્પલને તપાસ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે.
કેરળ અને દિલ્હીમાં મંકીપોક્સના (Monkeypox) કેસ સામે આવ્યા બાદ હવે બિહારમાં (Bihar) મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. રાજધાની પટનામાં એક મહિલામાં મંકીપોક્સ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હવે સેમ્પલને તપાસ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં જે શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે તે પટના શહેરના ગુડટ્ટા વિસ્તારની મહિલા છે. મળતી માહિતી મુજબ મહિલામાં મંકીપોક્સના તમામ લક્ષણો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ આ કેસને શંકાસ્પદ માની રહ્યું છે.
રાજ્યમાં આજે મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, ત્યારે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ આજે મંકીપોક્સને પહોંચી વળવા માટે એક બેઠક યોજી હતી. મીટિંગમાં મંત્રી મંગલ પાંડેએ કહ્યું કે WHO તરફથી મંકીપોક્સ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. બિહાર સરકાર અને આરોગ્ય વિભાગ પહેલેથી જ તમામ માહિતી એકત્ર કરી રહ્યા હતા. આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં બિહાર સરકારના અધિક મુખ્ય સચિવ સહિત તમામ મુખ્યાલયોના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ જિલ્લાના સિવિલ સર્જન મેડિકલ કોલેજોના અધિક્ષકો જોડાયા હતા.
मंकी पॉक्स, कोरोना और कांवरिया पथ पर स्वास्थ्य व्यवस्था के सन्दर्भ में विभाग के अपर मुख्य सचिव, उच्च अधिकारियों, सभी जिलों के सिविल सर्जन एवं मेडिकल कॉलेज अस्पताल के साथ वर्चुअल बैठक कर आवश्यक निर्देश दिए। pic.twitter.com/JnEQf4Fujl
— Mangal Pandey (@mangalpandeybjp) July 26, 2022
મંકીપોક્સ માટે આરોગ્ય વિભાગની તૈયારી પૂર્ણ
બેઠકમાં કહેવામાં આવ્યું છે કે મંકીપોક્સ દરમિયાન તકેદારી રાખવાની જરૂર છે. જો કોઈ માહિતી ડૉક્ટર દ્વારા અથવા અન્ય સ્રોતોમાંથી મળે છે, તો તરત જ તે દર્દી સુધી પહોંચવું અને તેને ડૉક્ટરો દ્વારા જોવા અને તેની તપાસ કરાવવાનો નિર્દેશ કરવો. તેમણે કહ્યું કે બિહાર સ્વાસ્થ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. જો આવા કોઈ સેમ્પલ આવશે તો તેને બાયોલોજી લેબ પુણેમાં મોકલવામાં આવશે.
અહીં મંકીપોક્સની સાથે કોરોના પણ ફરી પોતાના પગ ફેલાવી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોવિડ-19થી સંક્રમિત થયા છે અને ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાના નિવાસસ્થાને પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે નીતીશ કુમાર જાન્યુઆરીની શરૂઆતમાં પણ કોરોના વાયરસના ચેપની ઝપેટમાં આવ્યા હતા અને તેમનામાં સામાન્ય લક્ષણો હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાના નિવાસસ્થાને પોતાને અલગ કરી લીધા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત લથડી રહી છે.