જાણો, રાફેલ અંગે રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કર્યો મોટો ખુલાસો

ભારત દ્વારા 59000 કરોડની કિંમતના 36 વિમાનો ખરીદવાનો એક કરાર(Inter Governmental Aggrement) ફ્રાન્સ સરકાર સાથે કરવામાં આવ્યો હતો. આ એગ્રીમેન્ટ પછી અંદાજીત ચાર વર્ષ પછી 29,જુલાઈ 2020ના રોજ 5 વિમાનોની એક ટુકડી ભારત આવી પહોચી હતી.

જાણો, રાફેલ અંગે રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કર્યો મોટો ખુલાસો
રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ (File Photo)

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે(Minister of State for Defense Ajay Bhatt) બુધવારે જણાવ્યું હતું કે ભારતને ફ્રાન્સના ડસૉલ્ટ એવિએશન દ્વારા 36 રાફેલ વિમાનો (Rafale aircraft)માંથી અત્યાર સુધીમાં 26 વિમાનો મળ્યાં છે.

ભટ્ટે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે ડસૉલ્ટ એવિએશન (Dassault Aviation ) સાથે 36 રાફેલ વિમાનની ડિલીવરી માટે ડીલ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી માત્ર 26 વિમાન ભારત મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ફ્રેન્ચ એરોસ્પેસ મેજર ડસોલ્ટ એવિએશન (French aerospace major Dassault Aviation) દ્વારા મલ્ટિ-રોલ રાફેલ જેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ રાફેલ તેની હવા શ્રેષ્ઠતા અને ચોકસસ હુમલાઓ માટે જાણીતા છે.

ભારત દ્વારા 59000 કરોડની કિંમતના 36 વિમાનો ખરીદવાનો એક કરાર(Inter Governmental Aggrement) ફ્રાન્સ સરકાર સાથે કરવામાં આવ્યો હતો. આ એગ્રીમેન્ટ થયાં પછી અંદાજીત ચાર વર્ષ બાદ 29,જુલાઈ 2020ના રોજ 5 વિમાનોની એક ટુકડી ભારત આવી પહોચી હતી.

ભારતનું 23 વર્ષનું પ્રથમ મોટું ફાઇટર જેટ છે – રાફેલ

રશિયા પાસેથી સુખોઇ જેટ આયાત કર્યા પછી 23 વર્ષો બાદ રાફેલ ભારતનું પ્રથમ મુખ્ય ફાઇટર જેટ છે . રાફેલ જેટ વિવિધ શક્તિશાળી હથીયારોને વહન કરવામાં સક્ષમ છે. આ સિવાય રફાલ ફાઇટર એરક્રાફ્ટની લડાઇ ત્રિજ્યા 3700 કિલોમીટર છે, તેમજ બે-એન્જિન ધરાવતું વિમાન છે. જેની ભારતીય વાયુદળને પહેલેથી જ જરૂરીયાત હતી.

રાફેલમાં ત્રણ પ્રકારની મિસાઈલ લગાવી શકાય છે. હવાથી હવામાં પ્રહાર કરી શકાય તેવી મીટિઓર મિસાઇલ(meteor missile), હવાથી જમીનમાં સ્કેલ્પ મિસાઇલ(scalp missile) અને હેમર મિસાઈલ (hammer missile).

એકવાર ફ્યુલ ભરવાથી થઈ શકે છે 10 કલાકનું ઉડાન

આ સિવાય રાફેલ વિમાનમાં પણ ઘણી વિશેષતાઓ ધરાવે છે. એકવાર ફ્યુલ ભરાઈ ગયા બાદ તે સતત 10 કલાક ઉડી શકે છે. તે હવામાં જ ફ્યુલ ભરી પણ શકે છે. રાફેલનો સમાવેશ થયાં પછી ભારતની પશ્ચિમ અને પૂર્વી થિયેટરોમાં લડવાની ક્ષમતા અનેકગણી વધી ગઈ છે.

આ ફ્રેન્ચ ફાઇટર, ઉપખંડમાં સૌથી લાંબી અંતરની હવાથી હવામાં માર કરનારી ઉલ્કા મિસાઇલ, હવાથી જમીન ઉપર માર કરનારી હેમરથી લઈને  સ્કેલ્પ મિસાઇલથી સજ્જ છે.

આ પણ વાંચો : મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati