મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

મમતા બેનર્જી અને સોનિયા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ઉપરાંત વિપક્ષી એકતા મજબૂત કરવાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઇરાદાથી આ બેઠક યોજી હોય તેવુ લાગી રહ્યું છે.

સમાચાર સાંભળો
મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના
File Photo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) બુધવારે એટલે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરી. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હતી.

આ બેઠક સાંજે સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ ખાતે બન્ને વચ્ચે મુલાકાત યોજાઈ. જેમાં રાહુલ ગાંધી પણ જોડાયાં હતા. આ બેઠક બાદ મમતાએ કહ્યું હતું કે, “ભાજપ નિશ્ચિત  એક  મજબૂત પાર્ટી છે. તેના કરતાં વિપક્ષ વધુ મજબૂત હશે. આશા છે કે 2024 માં વિપક્ષ ઇતિહાસ રચશે. વિપક્ષમાં એકતા હોવી જોઈએ.

મમતા બેનર્જી સોમવારથી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર આવ્યા છે. તેઓ ગઈકાલ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને તેમના સરકારી  નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા. વડાપ્રધાન સાથે આ તેમની સૌજન્ય મુલાકાત હતી.

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન તેમણે કોરોના અને રાજ્યમાં વધારે રસી તેમજ દવાઓની જરૂરીયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રાજ્યનું નામ બદલવાનો બાકી રહેલો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાને પેગાસસ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ મુદ્દાની તપાસ થવી જોઇએ.

મમતા બેનર્જીએ મંગળવારે કોંગ્રેસના નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જીને મળ્યા પછી આનંદ શર્માએ કહ્યું હતું કે મમતા બેનર્જી અને તેમના વચ્ચે ગાઢ સંબંધ છે કેમ કે બંનેએ વર્ષો સુધી સાથે કામ કર્યું છે. તેમણે ચૂંટણીમાં જીત બદલ મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી.મમતા પહેલીવાર દિલ્હી આવ્યા છે, તેથી તેઓ પણ તેમની સાથે ચા પીવા માટે દિલ્હી આવ્યા હતાં.

મમતા બેનર્જી અને સોનિયા ગાંધીની બેઠક કેમ હતી મહત્વપૂર્ણ 

મમતા બેનર્જી અને સોનિયા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ઉપરાંત વિપક્ષી એકતા મજબૂત કરવાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઇરાદાથી આ બેઠક યોજી હતી. ટુકમાં સંસદની અંદર અને સંસદની બહાર કેન્દ્ર સરકારને ઘેરવા માટેની રણનીતિ ઉપર બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

સંસદના ચાલી રહેલા ચોમાસા સત્રની પુ્ર્વભૂમિકામાં આ બેઠક મહત્વની માનવામાં આવી રહી હતી, જ્યાં વિપક્ષે પેગાસસ વિવાદ અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં પસાર થયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને લઈને સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.

તદુપરાંત મમતા બેનર્જી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવાના છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ તેમને મળતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાવવા માટે કહી રહ્યા છે. જો કે તેઓ કોરોના રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચો : Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati