Accident Breaking News: રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા 12ના મોત, જુઓ Video

માહિતી મળતાં જ નાદબાઈ પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ અને મૃતકોને આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. માહિતી પ્રાપ્ત થઈ છે કે મુસાફરો ગુજરાતના ભાવનગરથી ખાનગી બસમાં મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા, ત્યારે હંતારા પુલ પાસે તેમની બસ પલટી ગઈ હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 12:09 PM

Accident Breaking News:  ભરતપુર જયપુર નેશનલ હાઈવે નંબર 21 પર વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલરે મુસાફરોથી ભરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 12 મુસાફરોના મોત થયા હતા અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના એટલી ભયાનક હતી કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી પહોંચ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલની હંગામી જામીન અરજી ફગાવી, જુઓ Video

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

માહિતી મળતાં જ નાદબાઈ પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ અને મૃતકોને આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. માહિતી પ્રાપ્ત થઈ છે કે મુસાફરો ગુજરાતના ભાવનગરથી ખાનગી બસમાં મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા, ત્યારે હંતારા પુલ પાસે તેમની બસ ખરાબ થઈ ગઈ હતી. બસ ખરાબ થયા બાદ કેટલાક મુસાફરો બસની નીચે ઉતરીને ઉભા રહી ગયા હતા અને કેટલાક મુસાફરો બસમાં જ બેઠા હતા. એટલામાં જ તેજ ગતિએ આવી રહેલા એક ટ્રેલરે તેમની બસને ટક્કર મારી હતી. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ભરતપુર જિલ્લાના હંત્રા નજીક જયપુર-આગ્રા હાઈવે પર બસ સાથે ટ્રેલર વાહન અથડાતા 12 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા, એસપી ભરતપુર મૃદુલ કછવાએ આ વાતની પુષ્ટિ કરી છે. બસમાં સવાર મુસાફરો ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહ્યા હતા.

મહત્વનું છે કે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સ શિહોરની આસપાસના લોકને લઈને મથુરા લઈ જઈ રહી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">