થરાદમા ઢીમા રોડ પર બેકાબુ ઇકો કાર અકસ્માત સર્જવાનો મામલો, ઇકો કારનો ચાલક દારૂ પીધેલ હાલતમા હોવાનુ અનુમાન,બેકાબુ ઇકોએ બે બાઇક અડફેટે લીધા ,અકસ્માતમાં બે વ્યકિતઓને ઈજા થઈ ,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, દારૂના નશામા ઇકો કાર બેકાબૂ થઈ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ છે, ઈકો કાર બેકાબૂ બની ત્યારે ઇકો કારમાં છ વ્યકિતઓ સવાર હોવાનુ અનુમાન, અક્સ્માત બાદ ઈજાગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ ઇકો કાર ચાલકો થયો ફરાર થયો હતો.થરાદથી મજૂરી કરી ઘરે પરત જઈ રહેલ સુરેશભાઈ પરમારને ઇકો કારે લીધા અડફેટે પગના ભાગે ઇજાઓ થઈ.બાઈક પર બેઠેલા બે બાળકો માંથી એક બાળકને સામન્ય ઈજા થઈ .તેમજ અન્ય એક નવ વર્ષની બાળકીને હાથના ભાગે થઈ ઇજાઓ, બંન્ને ઇજાગ્ર્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગઈકાલે સાંજેનાં સમયે ઘટના બની છતાં સ્થાનીક પોલીસ અજાણ