આકાશમાં જોવા મળેલ પ્રકાશિત રેખા ઉલ્કા કે પછી ચીનનું રોકેટ ? જાણો શું છે એસ્ટ્રોનોમરનું અનુમાન

લોકોના જણાવ્યા અનુસાર આકાશમાં રાત્રે પ્રકાશની એક રેખા જોવા મળી હતી. નાગપુરના સ્કાયવોચ ગ્રૂપના પ્રમુખ સુરેશ ચોપડેએ જણાવ્યું કે સાંજે ઘણા લોકોએ એક દુર્લભ ઘટના જોઈ અને તેના વીડિયો અને તસવીરો શેર કરી.

આકાશમાં જોવા મળેલ પ્રકાશિત રેખા ઉલ્કા કે પછી ચીનનું રોકેટ ? જાણો શું છે એસ્ટ્રોનોમરનું અનુમાન
A streak of light appeared in the sky (ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 7:57 AM

ગુજરાત સહીત દેશના વિભિન્ન રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગત રાત્રે આકાશમાં જોવા મળેલી એક પ્રકાશની રેખાના સંદર્ભમાં લોકોએ આ અસામાન્ય ઘટનાને પોતાના ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે ત્યાં ઉલ્કાવર્ષા (Meteor Shower) થઈ રહી છે. આ પ્રકાશને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. લોકોએ જણાવ્યું કે ત્રણ-ચાર પ્રકાશની લાઈન તેજ ગતિથી જોવા મળી હતી. ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે અનુમાન લગાવ્યું છે કે મહારાષ્ટ્રમાં જોવા મળેલી અવકાશી ઘટના વાસ્તવમાં ‘ચીની રોકેટ સ્ટેજની રીએન્ટ્રી’ છે, જે ફેબ્રુઆરી 2021માં લોન્ચ કરવામાં આવી હતી.

લોકોના જણાવ્યા અનુસાર આકાશમાં રાત્રે પ્રકાશની એક રેખા જોવા મળી હતી. નાગપુરના સ્કાયવોચ ગ્રૂપના પ્રમુખ સુરેશ ચોપડેએ જણાવ્યું કે સાંજે ઘણા લોકોએ એક દુર્લભ ઘટના જોઈ અને તેના વીડિયો અને તસવીરો શેર કરી. ચોપડેએ કહ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી અવકાશ સંબંધિત ઘટનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને એવું લાગે છે કે આ ઘટના કોઈ સેટેલાઇટ સાથે સંબંધિત હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ખગોળશાસ્ત્રીનો અભિપ્રાય શું છે?

તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોઈ દેશનો ઉપગ્રહ ભૂલથી પડી ગયો હશે અથવા જાણીજોઈને પડ્યો હશે. તે ઉલ્કાવર્ષા કે આગના ગોળા જેવું લાગતું નથી. તેણે કહ્યું કે તે ઉલ્કાપિંડનો ભાગ હોઈ શકે છે પરંતુ રંગો દર્શાવે છે કે પૃથ્વી તરફ આવતી વખતે કોઈ ધાતુની વસ્તુ તેની સાથે આવી હતી.

તે જ સમયે, જોનાથન મેકડોવેલ, જેઓ સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી છે અને તેમણે એક ટ્વિટમાં અવકાશ પ્રક્ષેપણ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે હું માનું છું કે તે ‘ચાઈનીઝ રોકેટ સ્ટેજ’, ચાંગ ઝેંગ 3B સીરીયલ નંબર Y77ના ત્રીજા સ્ટેજની ફરીથી એન્ટ્રી હતી. તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

કોઈ નુકસાન થયું નથી

નાગપુરના મનીષ નગરમાં રહેતા શશાંક ગટ્ટેવારે પોતાના મોબાઈલથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેણે કહ્યું કે અચાનક આકાશમાં થોડો પ્રકાશ દેખાયો. જ્યાં એક પછી એક અનેક ગોળા આકાશમાંથી પૃથ્વીની દિશામાં આવી રહ્યા હતા. યેવલા તહસીલદાર પ્રમોદ હિલેએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ આઠ વાગ્યે આકાશમાં એક ઉલ્કા દેખાઈ હતી. તેણે કહ્યું કે મેં જાતે જોયું છે. તે ચાર ભાગોમાં વહેંચાયેલું હતું. તેનાથી કોઈ નુકસાન થયું નથી અને ડરવા જેવું કંઈ નથી.

આ પણ વાંચો: ટોપ ડેટિંગ એપ્સ : આ 5 એપ પર તમારી પરફેક્ટ પાર્ટનરની શોધ પૂર્ણ થશે

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાનમાં ‘ઈમરાન યુગ’ સમાપ્ત ! અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે મતદાન

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">