Pakistan: પાકિસ્તાનમાં ‘ઈમરાન યુગ’ સમાપ્ત ! અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે મતદાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, ત્યારે આજે સંસદમાં આ પ્રસ્તાવ પર મતદાન થશે.

Pakistan: પાકિસ્તાનમાં 'ઈમરાન યુગ' સમાપ્ત ! અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે મતદાન
Pm Imran Khan (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 03, 2022 | 1:14 PM

Pakistan:  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન(Pakistan Prime Minister Imran Khan) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ(No Confidence Motion)  પર આજે સંસદમાં મતદાન થશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની (Pakistan Tehreek-e-Insaf) આગેવાનીવાળી સરકારનું ભવિષ્ય નક્કી કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 11:30 વાગ્યે શરૂ થશે. આ સ્થિતિ વચ્ચે ઈમરાને ખાને કહ્યું છે કે તેમની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તા પરથી દૂર કરવાના “આંતરરાષ્ટ્રીય કાવતરા”નો એક ભાગ છે.

તમને જણાવી દઈએ કે,ઈમરાન ખાને રાજીનામું આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. વડા પ્રધાને વધુમાં કહ્યું હતુ કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે “તેમનો જીવ જોખમમાં છે.” પાકિસ્તાની વડા પ્રધાન તેમની સરકારને બચાવવા માટે હાલ તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો પણ છે કે તેમની સરકારના ગઠબંધન ભાગીદારો હવે વિપક્ષ તરફ વળ્યા છે અને PTI પાસે અવિશ્વાસની દરખાસ્તને ટકી રહેવા માટે જરૂરી બહુમતી પણ નથી. આવી સ્થિતિમાં ક્યારેક ખાન ધમકીભર્યા પત્રની વાત કરી રહ્યા છે, તો ક્યારેક અમેરિકા પર આરોપ લગાવી રહ્યા છે, ક્યારેક તેમના જીવને ખતરો છે તો ક્યારેક સેના દ્વારા ત્રણ વિકલ્પોનો દાવો કરી રહ્યા છે.

પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો

આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તેમની સામે ત્રણ વિકલ્પ રાખ્યા છે રાજીનામું આપો, વહેલી ચૂંટણી યોજો અથવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરો. જો કે બાદમાં સેનાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સેનાએ કહ્યું કે તેણે કોઈ ત્રણ વિકલ્પ આપ્યા નથી, પરંતુ PM પોતે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political Crisis) પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા માગે છે.

ભવિષ્ય સાથીદારો પર નિર્ભર છે ઈમરાન

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન પોતાની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યા છે. તેમની પાર્ટીના સૌથી મોટા સાથી, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) એ પણ તેમનો પક્ષ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, પીટીઆઈ સૌથી મોટી પાર્ટી છે પરંતુ ઈમરાન ખાન સરકારના અસ્તિત્વમાં MQM-P (7 બેઠકો), BAP (5 બેઠકો), PML (Q) (5 બેઠકો), GDA (3 બેઠકો), AML (1 બેઠક), JWP છે. (1 સીટ) અને બે સ્વતંત્ર સાથી પક્ષો સાથે ગઠબંધન કરેલુ છે,ત્યારે MQM-P પહેલેથી જ દાવો કરી ચૂક્યું છે કે તેણે વિપક્ષ સાથે સોદો કર્યો છે.

આ પણ વાંચો : અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા પાકિસ્તાની PM ઈમરાન ખાને સમર્થકોને કરી અપીલ, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati