85 ટકા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન અને સ્ટેરોયડની જરુર નથી પડતી: ડૉ રણદીપ ગુલેરિયા

એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા, નારાયણ હેલ્થના અધ્યક્ષ ડૉ. દેવી શેટ્ટી અને મેદાંતાના અધ્યક્ષ ડૉ. નરેશ ત્રેહને લોકોને કોરોનાની જાણકારી આપી. ર

85 ટકા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન અને સ્ટેરોયડની જરુર નથી પડતી: ડૉ રણદીપ ગુલેરિયા
ફાઈલ ફોટો : AIIMS ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 22, 2021 | 11:31 PM

એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા, નારાયણ હેલ્થના અધ્યક્ષ ડૉ. દેવી શેટ્ટી અને મેદાંતાના અધ્યક્ષ ડૉ. નરેશ ત્રેહને લોકોને કોરોનાની જાણકારી આપી. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ઓછામાં ઓછા 85 ટકા લોકોને કોરોના સંક્રમણ થતા રેમડેસિવિર અથવા સ્ટેરૉયડની જરુર નથી હોતી. તેમણે કહ્યું કે મોટાભાગના દર્દીઓને પાંચથી સાત દિવસમાં સામાન્ય શરદી, દર્દ , તાવ અને ગળામાં ખરાશ જેવી તકલીફ થઈ શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કેટલાય દર્દીઓ માત્ર ઘરમાં ઉપચાર સાથે ઠીક થઈ જશે. 85 ટકા દર્દીઓ માત્ર પેરાસિટામોલ, નિયમિત વ્યાયામ દરમિયાન પોતાને હાઈડ્રેટેડ રાખવા, વિટામિન લેવા અને બસ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હકારાત્મક રહેવાથી સારા થઈ શકે છે. માત્ર 15 ટકા દર્દીઓ જેમણે કોરોના સંક્રમણ થવા પર રેમડેસિવિર અથવા સ્ટેરોયડની જરુર હોય છે. એવા દર્દીઓ જેમનું ઓક્સિજન લેવલ નીચું જઈ શકે છે અથવા તાવ હોઈ શકે છે. તેમને સારસંભાળ અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જરુર છે.

ડૉ. દેવી શેટ્ટીએ કહ્યું કે જો કોઈને શરીરમાં દર્દ, તાવ ,શરદી,ઉધરસ ,અપચો ,ઉલ્ટી જેવા લક્ષણો છે તો તેમણે કોવિડ-19નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો તમે એક દિવસમાં ટેસ્ટ નથી કરાવી શકતા તો તમારે અલગ રહેવું જોઈએ. જો તમે અવું નથી કરતા અને તમે પોઝિટીવ છો તો તમારો આખો પરિવાર સંક્રમિત થઈ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે આ મહામારી દરમિયાન દરેક ઘરમાં એક કે બે પલ્સ ઓક્સિમીટર હોવા જોઈએ.

ઓકસીમીટર બહુ જ વિશ્વસનીય છે. છ કલાકમાં એકવાર પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરવું જોઈએ પછી 6 મિનિટ માટે ચાલો અને ફરી ચેક કરો. જો તમારું ઓક્સિજન લેવલ 94 ટકા છે તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો આ અભ્યાસ બાદ નીચું જાય છે તો તમારે ડૉક્ટરને ફોન કરવાની જરુર છે. એઈમ્સના નિદેશકે કહ્યું કે કોરોના વેક્સિન લોકોને ગંભીર બિમારી થવાથી રોકી દે છે. જો કે એ સંક્રમણને રોકી નથી શકતી, ડૉ ગુલેરિયાએ કહ્યું કે રસીકરણ બાદ માસ્ક અને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન જરુરી છે.

આ પણ વાંચો: West Bengal : કોરોનાને કારણે ચૂંટણીપંચની નવી ગાઈડલાઈન, પ્રચાર અભિયાનમાં રેલી-રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">