West Bengal : કોરોનાને કારણે ચૂંટણીપંચની નવી ગાઈડલાઈન, પ્રચાર અભિયાનમાં રેલી-રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો

West Bengal : પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા પહેલા પણ ચૂંટણી પંચ (Election Commission) એ પ્રતિબંધ જાહેર કર્યા હતા.

West Bengal : કોરોનાને કારણે ચૂંટણીપંચની નવી ગાઈડલાઈન, પ્રચાર અભિયાનમાં રેલી-રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 22, 2021 | 10:58 PM

West Bengal : કોરોનાનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ (Election Commission)એ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેની ગાઈડલાઈન માં સુધારો કર્યો છે. હવે રોડ શો અને બાઇક રેલીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ ચૂંટણી રેલીમાં માત્ર 500 લોકો ભાગ લઈ શકશે.

રોડ શો, બાઇક રેલીઓને મંજૂરી નહી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election) માં કોરોના સંક્રમણ ફેલાવાનો મોટો ભય છે. આ જોતાં ચૂંટણી પંચ (Election Commission)એ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેની ગાઈડલાઈન માં સુધારો કર્યો છે. આ અંતર્ગત રાજ્યમાં હવે કોઈ રોડ શો અને બાઇક રેલીની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, 500 થી વધુ લોકો ચૂંટણી રેલીમાં ભાગ લઈ શકશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે અવલોકન કર્યું છે કે, જાહેરસભા દરમિયાન ઘણા રાજકીય પક્ષો અને ઉમેદવારો કોવીડ નિયમોનું પાલન કરી રહ્યા નથી.

ચૂંટણી પંચે ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપી હતી ચૂંટણી પંચ (Election Commission)એ કહ્યું હતું કે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ કોરોના ગાઈડલાઈનનું સખતપણે પાલન કરવું પડશે. કોઈપણ પ્રકારના નિયમના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલીના આયોજકોની જવાબદારી રહેશે કે તે રેલીમાં ઉપસ્થિત લોકોને સેનિટાઇઝર અને માસ્ક આપે. ઉપરાંત, રેલીમાં જેટલા લોકોની મંજૂરી છે તેટલા લોકોને એકત્રિત કરો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કલકત્તા હાઈકોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી કલકત્તા હાઇકોર્ટે વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 વિરોધી નિયમો લાગુ કરવા અંગે ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચૂંટણી દરમિયાન કોવિડ વિરોધી પ્રોટોકોલના અમલીકરણની વિનંતી કરતી ત્રણ પીઆઇએલ પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કોવિડ સુરક્ષા અંગે મીટિંગો કરવી અને પરિપત્રો જાહેર કરવા પર્યાપ્ત નથી.હાઈકોર્ટે ચૂંટણી પંચને નિયમો લાગુ કરવામાં આવ્યાં છે તે અંગે શુક્રવાર સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું હતું.

હવે 2 તબક્કાનું મતદાન બાકી રહ્યું West Bengal Bengal Election 2021 માં આઠ તબક્કામાંથી અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">